________________
ચતુર્થ પ્રસ્તાવઃ
સત્ત્વનો ઉપદેશઃ त्यक्त्वा रजस्तमोभावौ सत्त्वे चित्तं स्थिरीकुरु ।
न हि धर्माधिकारोऽस्ति हीनसत्त्वस्य देहिनः ॥ ११६ ॥ ભાવાર્થ : રજોભાવ અને તમોભાવનો ત્યાગ કરીને સત્ત્વભાવમાં સ્થિર કર. કારણ કે સત્ત્વહીન જીવને ધર્મનો અધિકાર નથી. - વિવેચનઃ શાસ્ત્રકારોએ પ્રકૃતિના દોષથી ત્રિગુણાત્મક સ્થિતિ બતાવી છે. તે તમસ, રજસ અને સત્ત્વ છે.
તમસ એટલે વૈચારિક, માનસિક કે આત્મિક અજ્ઞાનરૂપી અંધકાર દશા છે. ચેતના છતાં અવિકસિત છે, જાતિગત પ્રકૃતિનો આ દોષ એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રય સુધી હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ પ્રાયઃ એમ છે, માનવમાં તમસ પ્રકૃતિનો અંધકાર હોય છે. આ પ્રકૃતિને વશ માનવ એમ માને છે કે હું જ સુખી રહું, દરેકે મને સુખ આપવાનો શ્રમ કરવો જોઈએ. અન્યના સુખના ભોગે પણ જો સુખ મળતું હોય તો તેમાં તે સુખી છે. અર્થાત્ મારું તો મારું છે પણ તમારું એ મારું છે, એવી સ્વાર્થજનિત તમસ પ્રકૃતિનો ત્યાગ કર્યા વગર જીવ સત્ત્વગુણનો અધિકાર બનતો નથી.
રજસ, તમસ કરતાં કંઈક અંધકાર ઘટ્યો હોય છે. સ્વાર્થ જનિત વૃત્તિમાં કંઈક સુધારો થાય છે. પોતાને સુખ મળે તેમ બીજાના સુખમાં તે રાજી હોય છે. હજી તમસનો અંશ હોવાથી પોતાનો સ્વાર્થ સેવે છે, છતાં અન્યના સુખમાં સહાય કરે છે. મારું તે મારું, સાથે તમારું સુખ તમને મળો તેવી ભાવનાવાળાને રજસ પ્રકૃતિ હોય છે. સર્વ પ્રકૃતિવાળો પોતાનું સુખ કરીને અન્યને સુખ આપવા સદા તત્પર હોય છે. તમોભાવ અંધકારરૂપી અજ્ઞાન છે, રજસ પણ અંધકાર સમાન છે, કારણ સત્ત્વભાવ જેવી પરહિતચિંતાના ભાવ તેમાં નથી, તેથી સમભાવ પણ નથી. તેવો સત્વહીન માનવ ધર્મનો અધિકારી બનતો નથી.
૧૦૮
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only