________________
લીલાપૂર્વક-વિવિધતાપૂર્વક યોગી તે સેનાનો પરિહાર કરે છે.
અન્ય પ્રવૃતિઓ કરતાં મોહનીયની પ્રકૃતિ લોભામણી છે. આત્માના આધ્યાત્મિક વિકાસના સોપાન ચઢતા જીવને પૌગલિક પદાર્થોનો લોભ નીચે પાડે છે. તેથી ધીર પુરુષ જ સમભાવના આંતરિક બળ વડે તે મોહની મહાસેનાનો નાશ કરી આધ્યાત્મિક શિખરને સર કરે
છે.
સમભાવ એ સાધુતાનું અનુપમ અંગ છે. માનવજન્મની દુર્લભતા સમભાવ વડે રક્ષણ પામે છે. એવા માનવદેહમાં રહેલા આત્માને વિષમતાના હવાલે સોંપી દેવા જેવો નથી. સમભાવમાં રહેવાનો સરળ ઉપાય સર્વજીવો પ્રત્યે સમાન દૃષ્ટિ છે. પરહિત ચિંતા છે. માનવજીવનમાં આ જગતના સજીવ, નિર્જીવ પદાર્થોનું અત્યંત ઋણ છે. તે સર્વ જીવોના ઋણને પૂર્ણ કરવાનો ઉપાય સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-સમાનભાવ છે. સમભાવ વડે કઠોર કર્મો નષ્ટ થાય છે. મોહની સેનાનો નાશ થાય છે. વિકારો શમી જાય છે. જીવ પરમાર્થ પ્રસન્નતા પામે છે, માટે વિષમતાના તમામ પ્રકારો ત્યજીને સમભાવમાં રહેવું તે સાર્થક
છે.
કાકા કામ
કરતા કાર
ચિત્તનું જુદી જુદી વૃત્તિઓ પ્રત્યેથી રોકવું તે યોગ છે. રોકવું એટલે ચિત્તની બાહ્યવૃત્તિઓનું વિલીનીકરણ. અંતરંગ ચિત્તવૃત્તિ એ આત્મસ્વરૂપનું ફુરણ છે.
આ વૃત્તિઓ નિર્મળ થઈ સ્થિર થાય તો આત્મા અનુભવમાં આવે. સરોવરનું સ્થિર પાણી તે આત્મા, અને સરોવરમાં પવનથી ઊઠતા તરંગોની જેમ ચિત્તવૃત્તિઓ છે. યોગના અભ્યાસ વડે ચિત્તવૃત્તિઓ શાંત થાય છે.
૧oo
મંગલમય યોગા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org