________________
યોગી જ્યારે આત્મસ્વરૂપમાં રમણતા કરે છે ત્યારે સંસારની બહિર્મુખયાત્રાથી વિશ્રાંતિ પામે છે. અંતમાં આત્મા સર્વ કર્મનો સર્વથા નાશ કરી સ્વરૂપમય બને છે, નિર્વાણ પામે છે ત્યારે તે આત્યંતિક વિશ્રાંતિ પામે છે.
જેમ ઘટાદાર વૃક્ષની છાયામાં દેહધારી આત્માને હાશ થાય છે તે સમયે જાણે સ્વર્ગમાં બિરાજતો હોય તેવો તેને અનુભવ થાય છે. તેથી વિશેષ યોગીને કર્મના ભાવરહિત સહજાનંદમાં જે સ્થિતિ થઈ છે તેમાં અનુપમ શાંતિ મળે છે.
કહેવાય છે કે ખાખરાના વૃક્ષમાં રમતી ખાખરાના પાનનો સ્વાદ લેતી ખીસકોલી સાકરના સ્વાદને કેમ જાણે ? તેમ તે બુદ્ધિમાન ! સંસારમાં જ રમતો અને ઇન્દ્રિય વિષયના સુખને જ જાણતો સંસારી યોગીના આત્મિક સુખને ક્યાંથી જાણે ! જો જીવને વીતરાગના વચનમાં વિશ્વાસ આવે અને બહિર્મુખતા ત્યજી અંતરમુખ થાય તો ક્રમે કરીને તે પણ આવી અપૂર્વ વિશ્રાંતિ પામી શકે.
इति साम्यतनुत्राणत्रातचारित्रविग्रहः।।
मोहस्य ध्वजिनीं धीरो विध्वंसयति लीलया ॥ ११५ ॥ ભાવાર્થ ઃ આ પ્રમાણે સમભાવરૂપી બખ્તરથી ચારિત્રરૂપી શરીરની રક્ષા કરતો ધીર પુરુષ મોહની સેનાનો લીલાપૂર્વક નાશ કરે છે.
વિવેચન : સમભાવનું માહાસ્ય અપૂર્વ છે. ચેતનાના પૂર્ણ વિકાસનું, પૂર્ણ સ્વરૂપનું એ સૌંદર્ય છે. શબ્દાતીત તેના માહાભ્યને જ્ઞાનીઓ યોગીના આંતરિક જીવન વડે જીવોને સમભાવના સુખની પ્રતીતિ કરાવે છે.
વાસ્તવમાં સપ્તધાતુનું શરીર એ આત્માનું શરીર નથી પરંતુ સમભાવજનિત સમૂહ તે આત્માની કાયા છે. અત્રે તેમાંના ચારિત્રગુણને શરીરની ઉપમા આપી કહે છે કે ચારિત્રરૂપી શરીરને યોગી સમભાવથી રક્ષે છે, જે સદા સમભાવી છે તે ધીર છે, વીર છે. એવો ધીર કે વીર પુરુષ જ મોહની સેનાનો અર્થાત્ જે સમયે મોહનીય કર્મની જે પ્રકૃતિ ઉદયમાં આવે તેનાં પ્રતિપક્ષ તરીકે આત્મિક ગુણોની
૧૦૬ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only