________________
કઠણ લાગવાથી તે આત્મ અનુભવને દુર્લભ માને છે, પરપદાર્થના તાદામ્યથી સ્વાત્માનું વિસ્મરણ થયું છે. પરંતુ દેવ ગુરુ અનુગ્રહ જો બોધ પામે તો શાંત અને સંતુષ્ટ થઈ પોતાના આત્માનું સુખ અનુભવે.
તત્વ કંઈ વેરાન ભૂમિ જેવું નથી, કંગાળ માનવી જેવું નથી. તત્ત્વદૃષ્ટિ સાથે ભક્તિ, વૈરાગ્ય અને આત્મવિચાર હોય તો જ જ્ઞાનસાધક સ્વપરિણતિની મર્યાદાની બહાર જતો નથી. ભૂમિકા પ્રમાણે વિકલ્પ આવે તો પણ તે સ્વભાવ ચૂકતો નથી. તત્ત્વ આવું મહિમાવંત છે. વિભાવમાં રોકાવા જેવું નથી તેવી શ્રદ્ધા જેને વર્તે છે, તે સપુરુષો કેવી રીતે વર્તી રહ્યા છે, તે દૃષ્ટિમાં લાવીને ઉપયોગને આત્મા તરફ વાળે છે.
તત્ત્વ એટલે આત્મા. જેને આત્મા પામવો છે તેને સ્વાધ્યાયરૂપી તપ, અને આત્મવિચાર મુખ્ય હોય છે. અંતરથી જેટલા વૈરાગ્ય પરિણામ થાય તેટલો બહારથી છૂટો પડતો જાય. માટે સાચા બોધને પ્રાપ્ત કરવા શ્રવણ, મનન, કે સ્વાધ્યાયની આવશ્યકતા છે.
सवृक्षं प्राप्य निर्वाति रवितप्तो यताऽध्वगः ।
मोक्षाध्वस्थस्तपस्तप्तस्तथा योगी परं लयम् ॥ ११४ ॥ ભાવાર્થ : જેમ સૂર્યના તાપથી તપેલો મુસાફર સારા વૃક્ષને પામીને વિશ્રામ પામે છે, તેમ મોક્ષમાર્ગમાં રહેલ અને તપથી તપેલો યોગી શ્રેષ્ઠ લયને પામીને વિશ્રાંતિ પામે છે.
વિવેચન : ગામાનુગામ જતો મુસાફર માર્ગમાં મધ્યાન્હ સૂર્યના તાપથી તપી ગયો હોય તેને આગળ જતાં માર્ગમાં કોઈ ઘટાદાર વૃક્ષની છાયા મળતા તે વિશ્રામ પામે છે, તેમ મોક્ષની યાત્રાએ નીકળેલો યોગી-યાત્રાળુ અહોરાત્રના બાહ્ય અત્યંતર તપ વડે પુષ્ટ થયેલો જ્યારે આત્મભાવમાં લય પામે છે ત્યારે વિશ્રાંતિનો અનુભવ કરે છે.
સાધક મિથ્યા દર્શનમાંથી છૂટી જ્યારે આત્મદર્શનને પામે છે. ત્યારે તેના અંતરમાં કર્મનો ભાર હળવો થયાની વિશ્રાંતિ હોય છે.
મંગલમય યોગ Jain Education International
૧૦૫ www.jainelibrary.org
For Private & Personal Use Only