________________
વર્તન પત્યે દ્વેષ કરતા નથી.
આ કાળમાં જીવો હીન પુણ્યવાળા હોવાથી હીન સત્ત્વ પણ હોય છે. તેઓ વ્યવહારશુદ્ધિ સાચવતા નથી. જે આ લોકમાં સુખનું કારણ છે. માટે પોતાના જ સુખને ત્યજી દેનાર સદાચારરહિત જીવો પ્રત્યે દ્વેષ ન કરવો.
निःसंगो निर्ममः शान्तो निरीहः संयमे रतः।
થતા યોગી મહત્તસ્તવમુર્માસને તા૧૧૩ | ભાવાર્થ : યોગી જ્યારે સંગરહિત, મમતારહિત, શાંત હોય અને ઈચ્છા રહિત સંયમમાં લીન હોય છે ત્યારે તેને અંતરંગ તત્ત્વનો ભાસ થાય છે.
વિવેચન : જગતના જડ અને ચેતન પદાર્થના સંગ રહિત કે તેવા પદાર્થોના મમત્વ રહિત યોગી જ્યારે આત્મશાંતિમાં લીન થાય છે ત્યારે સ્વાત્માને અનુભવે છે. વળી સર્વ ઇચ્છાઓથી મુક્ત કેવળ સંયમમાં જે યોગી લીન થાય છે તે અંતરંગ તત્ત્વમય આત્માને અનુભવે છે.
સમગ્ર સંસારી જીવો ઇન્દ્રિયના વિષયોમાં એકાકાર છે પરંતુ મુનિયોગી તો આતમરામી છે. વળી આતમરામી છે તે સંગ રહિત, મમતા રહિત, નિષ્કામી છે. જગતના પદાર્થોને ઇન્દ્રિય દ્વારા જાણવા તે તો અનાદિકાળનો અભ્યાસ થઈ ગયો છે. પરંતુ અચિંત્ય એવા આત્માને જાણવો તે માનવ જન્મની ઉત્કૃષ્ટતા અને સાહસ છે.
દ્રવ્યથી સર્વ પદાર્થોથી ભિન્ન એવો અસંગ, ક્ષેત્રથી સ્વાત્મ પ્રદેશોથી યુક્ત, કાળથી જન્મમરણ રહિત અસંગ, ભાવથી કેવળ જ્ઞાતા દેખા આવી જેની અસંગતા છે, અને રજકણ હો કે અપાર ઐશ્વર્ય હો સર્વેમાં સમાનતા. અર્થાત્ ગમે તેવી ભૌતિક સમૃદ્ધિ હો તો પણ મમતા રહિત. વળી, જગતમાં જેને કશું મેળવવાનું નથી તેવી તૃપ્તિ છે, તેવા સંયમમાં લીન યોગીને આત્માનુભવ થાય છે.
ઈન્દ્રિયજન્ય અનુભવનો અપરિચય કેળવે તો તેને અંતરંગ તત્ત્વના અનુભવની પ્રતીતિ થાય. પરંતુ સ્વચ્છંદી મનને પ્રથમ સંયમમાં આવવું
૧૦૪
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only