________________
એ વાસના પાસે મણની જેમ પીગળી ગયા છે, મોટા સમ્રાટો પણ એ વૃત્તિને વશ થઈ રાંક બની જાય છે. કામની ઉત્તેજના સંયમીઓને પણ અકળાવી મૂકે છે. કામવાસનાથી વિવશ બનેલું મન મુનિઓને સંયમના શિખરેથી ગબડાવી ભોંય પછાડે છે. મુનિ પણ જો અસાવધાન રહે અને આહારાદિ અસંયમ સેવે કે લોકસંપર્કની વિશેષ વૃદ્ધિ કરે કે સ્ત્રીઆદિનો પરિચય સેવે તો તે પણ સંસારરૂપી અંધકારભર્યા કૂપમાં પડી છેક તળિયે પહોંચી જાય છે. અર્થાત્ સંયમનો ત્યાગ કરીને સંસારની કામવાસનાનું સેવન કરે તો અધોગતિને પામે છે, માટે સંસાર ત્યાગી એવા મુનિએ વૃત્તિઓને ઉત્તેજિત કરે તેવા નિમિત્તોથી દૂર રહેવું. લોકસંપર્કથી દૂર રહેવું કારણ કે લોકસંપર્ક કંઈ પવિત્ર ભાવવાળો નથી. વિકારજનિત માનવોની અસર નબળા મનના માનવીને વિકાર પરત્વે ખેંચી જાય છે, માટે ચિત્તનિગ્રહ માટે લોકસંપર્ક ત્યજવો જરૂરી છે. અથવા ગુરુઆજ્ઞામાં રહી સંયમનું પાલન કરવું જરૂરી છે.
तावद् धैर्य महत्त्वं च तावद् तावद् विवेकिता।
कटाक्षविशिखान् यावद् न क्षिपन्ति मृगेक्षणाः ॥ १२६ ॥ ભાવાર્થ : ધૈર્ય ત્યાં સુધી જ રહે છે, મહત્ત્વ પણ ત્યાં સુધી જ ટકે છે, અને વિવેકીપણું પણ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી મૃગ સમાન નેત્રોવાળી સ્ત્રીઓ કટાક્ષબાણોને ફેંકતી નથી.
વિવેચન : પ્રાણીમાત્રમાં વૃત્તિઓની જડ ઘણી ઊંડી પડેલી છે, કામવાસનાનાં મૂળ ઘણા વિસ્તાર પામેલા છે, તેવી વૃત્તિઓ ઉત્પન્ન થવાના નિમિત્તો મળતાં સ્ત્રી પુરુષ પ્રત્યે કે પુરુષ સ્ત્રી પ્રત્યે આકર્ષિત થાય છે, જ્યાં સુધી તેવા નિમિત્તો મળતા નથી ત્યાં સુધી કથંચિત વૈર્ય ટકે છે. સંયમનું માહાભ્ય પણ ટકે છે, અને હિતાહિતનો કે કૃત્યાકૃત્યનો વિવેક ટકે છે. પરંતુ વિજાતિય પરિબળોનું આકર્ષણ મળતાં મનુષ્ય ચલિત થાય છે, માટે સાધકે ભ્રમમાં ન રહેવું કે અમારું મન હવે વશમાં છે તેથી અમને કામોત્તેજક નિમિત્તો શું કરવાના છે ? જ્યાં સુધી પૂર્ણ સંયમરૂપી વીતરાગનું બળ ન આવે કે તેવી પાત્રતા ન આવે ત્યાં સુધી નિરંતર સાવધાન રહેવું.
૧૧o
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org