________________
વાસ્તવમાં સન્માર્ગને ઇચ્છતા સ્ત્રી-પુરુષ સર્વેએ વૃત્તિઓનો સંયમ કેળવવો.
गृहं च गृहवर्ता च राज्यं राज्यश्रियोऽपि च ।
समर्प्य सकलं स्त्रीणां चेष्टन्ते दासवजनाः ॥ १२७ ॥ ભાવાર્થ : લોકો ઘર, ઘરની વાત, રાજ્ય અને રાજ્ય લક્ષ્મી એ બધું સ્ત્રીઓને સોંપીને તેના દાસની માફક વર્તે છે.
વિવેચન : સામાન્ય રીતે પુરુષ પરાક્રમી મનાયો છે, પરંતુ પોતાની કામવાસનથી નિર્બળ બની, પોતાનું સત્ત્વ ગુમાવી ઘરનું તંત્ર કે રાજ્યનું તંત્ર સર્વ સ્ત્રીના ચરણમાં મૂકી તેનો દાસ બનવા તૈયાર થાય છે.
જો કે સ્ત્રી પુરુષ અન્યોન્ય જ્યારે વાસનાને વશ બને છે ત્યારે અન્યાય પ્રભાવિત થઈ વિવશ બને છે, સામાન્ય રીતે પુરુષ જ્યારે સ્ત્રીને વશ બને છે ત્યારે કર્તવ્ય ચૂકી અકાર્ય કરે છે. પોતાના સ્વજનોની હત્યા પણ કરે, માતા-પિતાનો ત્યાગ કરે. સ્ત્રીને ખાતર યુદ્ધ કરી મહા વિનાશને નોતરે એવાં દૃષ્ટાંતો બન્યાં છે. રાવણે સીતા મેળવવા, દુર્યોધને દ્રૌપદી મેળવવા મહાયુદ્ધ ખેલ્યાં હતાં. વર્તમાનમાં પણ સત્તારૂપી સ્ત્રી કે મનમાની પત્ની મેળવવા અપકૃત્યો થતાં હોય છે. ઘરમાં પણ સ્ત્રી જ સર્વસ્વ હોય તેમ વર્તે છે. પરંતુ તેમ કરવામાં તે દુઃખી થાય છે, છતાં કામવશ તે વૃત્તિને ત્યજી શકતો નથી.
સ્ત્રી પણ જો મુક્તિને ઇચ્છે તો તેણે પુરુષ પ્રત્યેની ભોગવાસના ત્યજી દેવી જોઈએ. પુરુષની કામના ઉત્તેજિત ન થાય તે પ્રમાણે વિવેકી બનવું જોઈએ.
सा मित्रं सैव मन्त्री च सा बन्धुः सैव जीवितम् । सा देवः सा गुरुश्चैव सा तत्त्वं स्वामिनी च सा ॥ १२८ ॥ रात्रौ दिवा च सा सा सा सर्वं सर्वत्र सैव हि ।
एवं स्त्र्यासक्तचित्तानां क्व धर्मकरणे रतिः ॥ १२९ ॥ ભાવાર્થ : સ્ત્રી એ જ મિત્ર, તે જ મંત્રી, તે જ બન્યું અને
૧૧૮ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only