________________
તે જ જીવન તે જ દેવ, તે જ ગુરુ, તે જ સત્ત્વ અને તે જ સ્વામિની, રાતે કે દિવસે સર્વ સ્થળે જે કંઈ છે તે, તે અને તે જ છે, આ પ્રમાણે સ્ત્રીમાં જ આસક્ત ચિત્તવાળાં પ્રાણીઓને ધર્મ કરવામાં આનંદ ક્યાંથી હોય ?
વિવેચન : અત્યંત કામી પુરુષનું કથન આવું છે. તેને પોતાની આંખે જોવાનું બળ નથી તે પરાયી આંખે જોતો થાય છે, ત્યારે તેનું ચિત્ત સ્ત્રીઆકારે પરિણમે છે, તેની આંખ તે સિવાય કંઈ જોઈ શકતી નથી. તેથી તે એક સ્ત્રીમાં જ આસક્ત બને છે. મિત્ર કે મંત્રી, દેવ કે ગુરુ સર્વ તેને સ્ત્રીમાં સમાય છે.
ભક્ત ભગવાનને સર્વસ્વ માને છે ત્યારે ભક્ત સ્વયં ભગવાન સ્વરૂપે પ્રગટ થાય છે. પરંતુ પુરુષ જ્યારે સ્ત્રીને સર્વસ્વ માને છે ત્યારે કામી તરીકે પીડા પામે છે. જો પુણ્યયોગ હોય તો બંને અન્યોન્ય નિર્દોષ વ્યવહાર કરી જીવનને ઉત્તમ માર્ગે લઈ જાય. પરંતું પરસ્પર સંબંધમાં કેવળ વાસના હોય તો તેમાં વફાદારી ટકતી નથી, ઘર્ષણ પેદા થઈ છેવટે બંને દુઃખી થાય છે. માટે કામની મુખ્યતાથી સંબંધ ન કરતાં ગૃહસ્થજીવનની મર્યાદા રાખવી, જેનું જ્યાં સ્થાન તેનો વિવેક રાખવો.
स्त्रीसमुद्रेऽत्र गम्भीरे निमग्नमखिलं जगत् ।
उन्मज्जति महात्माऽस्माद् यदि कोऽपि कथंचन ॥ १३० ॥ ભાવાર્થ: આ ગંભીર સ્ત્રીરૂપ સમુદ્રમાં સમગ્ર જગત ડૂબેલું છે, કોઈ મહાત્મા જ એમાંથી બહાર નીકળે છે.
વિવેચન : દરેક પ્રાણી તેની આકૃતિ પ્રમાણે પ્રકૃતિને વશ હોય છે, સિંહ ક્રૂરતાને વશ હોય છે, સ્ત્રી માયાની પ્રકૃતિને વશ હોય છે. સર્પ વિષ-ક્રોધને વશ હોય છે, પુરુષ માન અને કામને વશ હોય છે. તેનું નિમિત્તે તેને માટે સ્ત્રી છે. સ્ત્રીરૂપી વૃત્તિને વશ સમગ્ર વિશ્વ તેમાં જ તદાકાર છે. વૃત્તિને વશ થવાને બદલે જે વૃત્તિનો વિજેતા થાય છે તેવા મહાત્મા જ આ ગહન સમુદ્રમાંથી તરી પાર ઉતરે છે. પુરુષનો કામ શાંત થાય અને વૈરાગ્યનું બળ વધે તે
૧૧૯
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org