________________
માટે શાસ્ત્રકારો આવું કથન કરે છે.
दूरे दूरतरे वाऽस्तु खड्गधारोपमं व्रतम् । हीनसत्त्वस्य ही चिन्ता, स्वोदरस्यापि पूरणे ॥ १३१ ॥
ભાવાર્થ : હીનસત્ત્વ પુરુષને તલવારની ધાર જેવું વ્રત તો દૂર રહો, અતિ દૂર રહો પરંતુ તે પોતાના ઉદરભરણની ચિંતા કરે છે. વિવેચન : વિશ્વમાં પ્રાણીમાત્રને ઉંદર છે, ઉદરપૂર્તિની વાસના હોય છે. ઉદર ન હોત તો વિશ્વની રચના કે પ્રાણીમાત્રનું જીવન કંઈ જુદું જ હોત ! પ્રાણીને ઉદરપૂર્તિ કરવા પ્રયાસ કરવો પડે તે જેટલું હાનિકારક નથી તેથી વિશેષ હાનિકારક ઉદરપૂર્તિ થયા પછી પણ વિશેષ પદાર્થો મેળવવાની જે ચિંતા છે તે તેને હીનસત્ત્વ બનાવે
છે.
માનવ વિશેષ વિચારવાન છે, તે સમજી શકે કે માનવદેહ કેવળ પશુની જેમ ઉદરપૂર્તિ માટે મળ્યો નથી, વ્રતાદિ કરી જીવનને શુદ્ધ કરવા માટે મળ્યો છે, ઉદરપૂર્તિ જેટલું ક્ષુદ્ર કાર્ય માનવનું નથી, પરંતુ આત્મવિકાસના શ્રેષ્ઠ કાર્ય માટે આવો દેહ મળ્યો છે, માનવનો દેહ જેટલો ઉત્કૃષ્ટ તેટલું તેનું કાર્ય ઉત્કૃષ્ટ છે.
यत् तदर्थं गृहस्थानां बहुचाटुशतानि सः ।
बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयत् ॥ १३२॥
ભાવાર્થ : કારણ કે તે પોતાના ઉદરની પૂર્તિ માટે કૂતરાની જેમ અનેક પ્રકારે દીનતા દર્શાવતો ગૃહસ્થોની સેંકડો ખુશામતો કરે
છે.
ભાઈ ! આ સંસારમાં ચિંતા, ભય, અરક્ષા, માનવના જીવન સાથે જોડાયેલા છે. રાજા હો કે રંક હો, સૌને પેટની પીડા છે, ભિખારીને વસ્તુનો અભાવ છે, રાજા કે રાષ્ટ્રપતિને વસ્તુ છે પણ તૃષ્ણા છે, સત્તાનો જવાનો ભય છે. આવા ક્લેશોથી ભરેલા સંસારમાં માનવ કેમ જીવી શકે છે ?
સમગ્ર માનવસમાજ આવા ક્લેશોથી ગ્રસાયેલો છે, એ ઝેર પચાવી વિરલ મહાત્માઓએ સમત્વનું અમૃત શોધ્યું અને પેલી તૃષ્ણાના
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org