________________
મૂળને ઉખેડી ફેંકી દીધું.
વિવેચન : મનુષ્ય કેવળ ઉદરપૂર્તિ કરવા માટે પ્રયાસ કરે તો તેમાં કંઈ હીનતા નથી પરંતુ ઉદરપૂર્તિ માટે જે પ્રપંચ કરે છે, ઉદરપૂર્તિની આગળ પાછળ મોટી જંજાળ ઊભી કરે છે. તે તેને હીનસત્ત્વ બનાવે છે. કહેવાય છે કે ઉદર તો સવાશેર આહારનું પાત્ર છે, પરંતુ એ પાત્ર અજબનું હોય તેમ ભરાય છે અને ખાલી થાય છે, ઉદર કંઈ વિવિધતા માંગતું નથી પરંતુ તેના ઉપર રસનાનું રાજ્ય વર્તે છે, તેની માંગ પાછળ માનવ દોડે છે. તે માંગ પૂરી કરવા તે કેટલાયની ખુશામત કરે છે, જ્યાં ત્યાં માની થઈને ફરતો પુરુષ પણ આ ઉદરપૂર્તિ માટે દીન બની યાચના કરે છે.
વળી દારિદ્રતા વશ પ્રાણીને ઉદરપૂર્તિ માટે જ ઘેરઘેર ભિક્ષા માંગવી પડે છે. ત્યારે તેના માન સ્વમાન સર્વ છૂટી જાય છે, આ ઉદરની રચના કેવી અટપટી છે કે પ્રાણી ભૂખનું દુઃખ સહન કરી શકતો નથી. રાજા રાણા પરાક્રમી પણ જો કર્મવશ પરવશ થઈ જાય તો ભૂખના દુઃખે દીન બની જાય છે.
त्वमार्या त्वं च माता मे त्वं स्वसा त्वं पितुःष्वसा ।
इत्यादिज्ञातिसंबन्धान् कुरुते दैन्यमाश्रितः ॥ १३३ ॥ ભાવાર્થ : દીનતાનો આશ્રય કરનારો તમે સાસુ, તમે માતા છો, બહેન છો, મારી ફોઈ છો આ પ્રમાણે સંબંધ બાંધે છે.
વિવેચન : દીનહીન બનેલો માનવ જ્યારે સંસારના પરિચયથી ઘેરાઈ જાય છે ત્યારે કોઈને સાસુ કે માતા માનીને કે કોઈને બહેન આદિ માનીને સૌની સાથે સંબંધ બાંધે છે. પોતાને માતા કે બહેન ન હોય તો અન્યને માતા કે બહેન બનાવે છે. અને તેની ખુશામત કરે છે.
જગતમાં જન્મેલા માનવને સંસારમાં વિવિધ પરિચયો હોય છે. માતા સાસુ જેવા સંબંધની વ્યવસ્થા હોય છે. એ વ્યવસ્થાને માનવ પોતાની જ અવસ્થા માની લાગણીઓ ઊભી કરે છે. રાગાદિને ઊભા કરે છે, અને તે તે સંબંધોમાં કંઈ ઊણપ આવતાં દુઃખી થાય છે.
મંગલમય યોગ
૧૨૧
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org