________________
પોતાના હતા તે પરાયા લાગે છે, જ્ઞાની કહે છે ભાઈ ! આ જગતમાં કોઈ કોઈના માતા ઇત્યાદિ કાયમ માટે છે નહિ અને હતા નહિ, તું નાહકનું જગતની વ્યવસ્થાના સંબંધની કોટે વળગી પડે છે. એક જનમ પૂરતા મળેલા આ સંબંધોમાં ધર્મભાવના કે મૈત્રીભાવના જોડીને પરમાર્થને સાધી લે તો તારી દીનતા દૂર થશે. अहं त्वदीयपुत्रोऽस्मि कवलैस्तव वर्धितः । तव भागहरश्चैव जीवकस्ते तवेहकः ॥ एवमादीनि दैन्यानि क्लीबः प्रतिजनं मुहुः । कुरुते नैकाशस्तानि कः प्रकाशयितुं क्षमः ? ॥ १३५ ॥
१३४ ॥
ભાવાર્થ : ‘હું તમારો પુત્ર છું” તમારા કોળિયાથી વૃદ્ધિ પામ્યો છું, તમારો ભાગીદાર છું, તમારો આશ્રિત છું, તમને ચાહનારો છું, આ પ્રમાણે કાયર પુરુષ પ્રત્યેક મનુષ્ય પાસે વારંવાર અનેક પ્રકારની દીનતા કરે છે, તેને પ્રગટ કરવા કોણ સમર્થ છે ?
વિવેચન : જન્મ જન્માંતરે સંબંધ બદલાય છે. આ જન્મનો પુત્ર ક્યારેક પિતા બને, પિતા માતા બને તેવી વિચિત્રતા નહિ જાણતો જીવ એમ માને છે કે આ જન્મના મળેલા આ પિતાના સંબંધો કાયમના છે. અને તેથી તે તે સંબંધમાં રાગાદિ વડે સુખી કે દુઃખી થાય છે. વળી જ્યારે એકનો વિયોગ થાય ત્યારે તે શોકથી મૂંઝાઈ જાય છે, તેને લાગે છે કે હું તો તેમને આશ્રિત તેમને ચાહનારો હવે કેમ જીવી શકીશ ?
આ પ્રમાણેના પિતા કે પુત્રના વિયોગ અનંત જન્મોમાં અનંતવા૨ જીવે સહન કર્યો છે. આંસુ સાર્યાં છે, અને કાયર બની દીન થઈ જાય છે. અનેક જન્મની જીવની આવી દીનતાનું વર્ણન કરવામાં આવે તો તેનો છેડો દેખાય તેમ નથી. માટે આ જન્મમાં મળેલા સંબંધોમાં આદર અને નિર્દોષ પ્રેમ વડે રાદિને ઘટાડી દે, તો તને ભવિષ્યમાં આવી દીનતા કરવાનો સમય નહિ આવે.
જો કે તને બુદ્ધિમાં આવી વિગતો ઊતરશે નહિ, તારું મન અન્ય વિકલ્પોને માનશે પરંતુ આ હકીકતને સ્વીકારશે નહિ. તેમાં
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org