________________
તું પણ શું કરે ? ફૂટપટ્ટી લઈને ધરતીનું માપ કેવી રીતે નીકળે ? તેમ પૂર્ણ શુદ્ધ જ્ઞાનમાં જગતનું જે સ્વરૂપ જણાયું તે તને આંશિક બુદ્ધિમાં કેવી રીતે સમજાય ? માટે કંઈક સમજ જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા રાખ.
પૂર્વજન્મની વાત જવા દે પણ આ જન્મમાં પણ આવું બને છે કે જે પિતા પુત્ર વગર જીવી શકે નહિ, આ તો મારો વહાલો દિકરો છે, તેમ કહેતા હતા તે પિતા કંઈ વિચારભેદ થતાં પુત્રનું મુખ જોવું નહિ તેવાં વચન કુશળતાપૂર્વક બોલે છે. અને જે પુત્ર કહેતો હતો તમે મારાં માતા છો, પિતા છો, તે પુત્ર યુવાની આવતાં પત્નીના અનુરાગથી માતા-પિતાને ઘરના આંગણે પણ આવવાની મનાઈ કરે છે. આ પ્રમાણે પતિ અને પત્નીમાં પણ બને છે. ત્યારે પણ જીવને સમજાય તો સારું કે આ જગતની લીલા વિશ્વનીય નથી. પરંતુ પ્રભુવચન જ પ્રમાણ છે.
आगमे योगिनां या तु सैंही वृत्तिः प्रदर्शिता ।
तस्यास्त्रस्यति नाम्नापि का कथाऽऽचरणे पुनः ?॥ १३६ ? ॥ ભાવાર્થ ઃ આગમમાં યોગીઓને સિંહ જેવી વૃત્તિ રાખવાનું દર્શાવવામાં આવ્યું છે, તેના તો નામથી પણ તે ત્રાસ પામે છે તો પછી આચરણમાં મૂકવાની તો વાત જ ક્યાં !
વિવેચન : સિંહવૃત્તિ એટલે સિંહને કોઈ લાકડી મારે તો તે કૂતરાની જેમ લાકડીને પકડતો નથી પણ લાકડી મારનાર માનવ તરફ ધસી જાય છે. અર્થાત્ જ્યાં મારવાનો ભય છે તેને જ નાબૂદ કરે છે, તેમ યોગીઓ વૃત્તિઓના મૂળ મનને જ વશ કરે છે. મનને સ્વચ્છેદે જવા દે અને વૃત્તિઓને કાબૂમાં લેવા જાય તો વૃત્તિઓનું મૂળ મન હજી બળવાન છે, તેથી થોડી વૃત્તિઓ દબાય ને બીજી અનેક વૃત્તિઓ વળી ઊભી થાય. માટે યોગીઓ મનની ચપળતાને વશ કરી લે છે.
જગતનો સંસારી જીવ સિંહનું નામ સાંભળતાં જ ભય પામે છે, યોગી વિકારોને સિંહની જેમ ત્રાડ પાડી ભગાડી મૂકે છે. જ્યારે
મંગલમય યોગ
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org