________________
સંસારી તો વૃત્તિઓને વશ થઈ તેનાથી ત્રાસ પામે તોપણ છોડી શકતો નથી. યોગી વૃત્તિઓથી ત્રાસ પામે છે, તેથી તેનું સેવન તે કેવી રીતે કરે !
યોગી જીવનની સંયમી ચર્યાથી સંસારી જીવ ત્રાસ પામે છે, તો પછી સંયમ જીવનનું આચરણ તે ક્યાંથી કરી શકે ? સંસારી વિચારે છે કે આ યોગીની જેમ શરીરનાં સુખ છોડીને ઠંડી ગરમીનાં કષ્ટ કેવી રીતે સહન થાય ? જે સમયે જે ઈચ્છા થાય તે પૂરી કરવાનાં કોઈ સાધન ન હોય તો જીવન જિવાય કેવી રીતે ? જંગલમાં વન્ય પશુઓ વચ્ચે નિર્ભયતાથી રહેવું તે તો વળી દુષ્કર છે. સ્નાનાદિ વગર ચાલે કેવી રીતે ? આમ યોગીજીવનની ચર્ચાના વિચારમાત્રથી સંસારી ત્રાસ પામે છે. તો પછી તે યોગી જીવનનું આચરણ તો ક્યાંથી કરી શકે ?
किन्तु सातैकलिप्सुः स वस्त्राहारादिमूर्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ॥ १३७ ॥ कथयंश्च निमित्तायं लाभालाभं शुभाशुभम् ।
कोटि काकिणिमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् ॥१३८॥ ભાવાર્થ : પરંતુ તે સુખની જ એક અભિલાષાવાળો બની, વસ્ત્ર આદિ આહારની મૂર્છાથી મંત્ર-તંત્ર કરે છે. ગૃહસ્થના ઘર સંબંધી ચિંતાઓ કરે છે. અને નિમિત્ત વગેરેને તથા લાભ, નુકસાન, શુભ, અશુભ વગેરે કહે છે. આ રીતે પોતાના વ્રતને ત્યાગ કરતો તે એક કાકિણી માટે કરોડોને હરી જાય છે.
વિવેચન : વાસ્તવમાં યોગી સંસારનો ત્યાગ વૃત્તિના જય માટે જ કરે છે. મનને વશ રાખવું તે તેમના જીવનનું પ્રયોજન છે. તેને બદલે જો તે સંસારના સુખનો અભિલાષી બને તો તેને વસ્ત્ર આદિ મેળવવાની અપેક્ષા રહે છે. વિવિધ સ્વાદિષ્ટ આહારની મૂછ થાય છે વળી તે વેશધારી હોવાથી ભોળાજનો તેને તે પ્રકારની સુવિધા કરી આપે છે. એવા અજ્ઞાતજનોને પણ પોતાને કંઈ મળશે તેવો સ્વાર્થ હોય છે.
૧૨૪
મંગલમય ચોગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org