________________
ભોળાજનોની આવી મનોવૃત્તિ જોઈ કોઈ યોગી પોતાના આદર્શથી વિમુખ થઈ મંત્રતંત્રના ચમત્કાર કરી જનતામાં આકર્ષણ પેદા કરી થોડો દેખાવ કરી. અસત્યનો આધાર લઈ ચમત્કાર બતાવે છે. આથી ભૌતિક સુખના અભિલાષી આવા કહેવાતા યોગીથી ભ્રમિત થઈ અધર્મ આચરે છે.
વળી આવા યોગીઓ ગૃહસ્થના ઘર અને સ્વજનો સુધી પગપેસારો કરે છે. તેમના ઘરની ચિંતા કરે છે. જ્યોતિષ જેવી કંઈ જાણકારી મેળવી લોકોના હાથની રેખાઓ જોઈ કુંડળી કાઢી લાભ-નુકસાનનાં નિમિત્તો જણાવે છે. તેમને શુભાશુભ કેવો યોગ છે, તે જણાવે છે. અને તેના ઉપાય તરીકે મંત્ર, તંત્ર, ધાગા માળિયાં કરી આપે છે. આવા કહેવાતા યોગીઓ પોતે ડૂબે છે અને ભોળાનોને ડુબાડે છે.
કાગળની નાવ જેમ નદી કે ઉદધિને તરવામાં કામ આવતી નથી તેમ આવા યોગીઓ કોઈ તરવાનો માર્ગ બતાવી શકતા નથી. જેમ કોઈ કોડીને માટે રત્ન ત્યજે તેમ અમૂલ્ય વ્રત છોડીને કે સંસાર તરવાના સાધનને ત્યજીને ક્ષુદ્ર એવા ચમત્કારમાં પડી યોગી સંયમ હારી જાય છે.
चारित्रैश्वर्यसंपन्न पुण्यप्राग्भारभाजनम् ।
मूढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्त्तिनम् ॥ १३९ ॥
ભાવાર્થ : પરંતુ મૂઢ દૃષ્ટિવાળો તે, આત્મા પોતે ચારિત્રના ઐશ્વર્યથી સહિત હોવાથી પુણ્યના સમુદાયના ભાજનભૂત છે. અને ત્રણેય લોકમાં શ્રેષ્ઠ છે, તે વાત જાણતો નથી.
વિવેચન : લોકસમૂહના ચમત્કારમાં પડેલા મૂઢદૃષ્ટિવાળા કહેવાતા યોગી, સંયમમાર્ગે નીકળવા છતાં પોતે જ ભ્રમમાં પડી જાય છે. તે જાણતો નથી આત્મા સ્વયં સમ્યગ્ ચારિત્રથી, તપ વૈરાગ્ય અને સમતાના ઐશ્વર્યથી યુક્ત છે. શુદ્ધ ચારિત્ર એ યોગીઓનો ધર્મ છે. નિરંતર શુદ્ધ પરિણામમાં રમતો હોય તે યોગી છે. વળી તે જાણતો નથી કે મંત્ર-તંત્ર વગેરેથી મેળવેલું ગમે તેવું પુણ્ય તો તદ્દન તુચ્છ છે. તેમાં લોકમાન્યતા વધે તો પણ તે પુણ્ય તેના સંમય અને
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૫ www.jainelibrary.org