________________
વ્રતને લૂંટી જનારું છે.
વૈરાગ્ય, સંયમ અને શુદ્ધ આચારનું જે ઉત્તમ પુણ્ય છે તેના સમુદાયનો આત્મા પાત્ર છે. તે પુણ્ય જ્યારે તીર્થંકર નામકર્મની કોટિનું બને છે ત્યારે તે ત્રણે લોકમાં શ્રેષ્ઠ મનાય છે. એવા ઉત્તમ પુણ્યને ત્યજીને તું આવી ક્ષુદ્ર જાળમાં ક્યાં ફસાઈ ગયો છું ! જે સંયમના યોગથી તું સંસારસાગરને તરી જાય તેને બદલે તે સંયમની નૌકાને ત્યજીને ડૂબી જવાય તેવા નિમિત્તોનો ભોગ શા માટે થાય છે ! કેવળ તેમાં તારું અજ્ઞાન જ કારણભૂત છે.
શુદ્ધ ચારિત્રનું બળ એવું ઉત્તમ છે કે તેને ચક્રવર્તીઓ પણ ઇચ્છે છે. શુદ્ધ ચારિત્રના આધાર પર જીવ સર્વજ્ઞતા પામે છે. સિદ્ધ બુદ્ધ થઈ અનંત અવ્યાબાધ સુખને પામે છે.
ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । भावनिः स्वधनेशानां ललनानि करोत्यसौ ॥
१४० ॥
ભાવાર્થ : વિપર્યાસના યોગે પોતાને ભિક્ષુક જેવો માનતો એ આ પ્રાણી ભાવરૂપી ધન વિનાના એવા ધનિકોની ખુશામત કરે છે.
વિવેચન : બુદ્ધિના વિપરીતપણાને લીધે, અસત્બુદ્ધિને કારણે પોતે આત્મ વૈભવવાળો છતાં પોતાને એક સામાન્ય ભિક્ષુક માને છે. તેથી ઉત્તમ ભાવરૂપી ધન રહિત, શ્રીમંતાઈની ઉદારતા રહિત કહેવાતા ધનિકોની તે ખુશામત કરે છે. ધનિકો વધુ ધન મેળવવા એ ભિક્ષુકના ચરણ ચાંપે છે. ધનિક પોતે પોતાના સ્વાર્થે સેવા કરે છે. તે માટે ધન આપે છે. અને ભિક્ષુક આવો શિષ્ય સમુદાય ટળી ન જાય તેને માટે તેમની ખુશામત કરે છે. પરિણામે બંને સંસારનું ભ્રમણ કરે છે.
અનંત ગુણોથી ભરપૂર એવો ઐશ્વર્યવાન, એ ગુણોના સમૂહ વડે પુણ્યવંતો આત્મા પોતાને જાણતો ન હોવાથી જડ પદાર્થો તથા ધનથી મોહિત થઈને ધનવાનોની ખુશામત કરે છે. જે ધનિકો મનથી તો દરિદ્રી છે, તેમને સંતોષ નથી તેથી તેઓ નિરંતર ધન મેળવવા માટે જીવનનો કિંમતી સમય ગુમાવી બેઠા છે, એવા ધનિક છતાં
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ www.jainelibfary.org