________________
વિરતિનું કારણ બને છે.
श्रावको बहुकर्मापि पूजाद्यैः शुभभावतः ।
दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ॥ ३३ ॥ ભાવાર્થ : શ્રાવક અનેક પ્રકારના કર્મોથી લેપાયેલો છે છતાં શુભભાવપૂર્વક કરેલી પૂજા જેવી સાધના વડે સમગ્ર કર્મોનો નાશ કરી તે શીવ્રતાએ મોક્ષ પામે છે.
વિવેચન : શ્રાવક જ્યાં સુધી વૈરાગ્યથી-તત્ત્વદૃષ્ટિથી વાસિત થયો નથી ત્યાં સુધી અનેક પ્રકારના કર્મોથી લેપાયેલો છે. વળી નવા કર્મબંધનું ઉપાર્જન કરે છે. કારણ કે ગૃહસ્થજીવનની ચર્યા આરંભ પરિગ્રહયુક્ત છે. જ્યાં આરંભાદિ છે અને વૈરાગ્ય નથી ત્યાં મુખ્યત્વે અશુભ કર્મબંધન થાય છે. આથી ગૃહસ્થને ક્રમ આપ્યો છે કે પ્રથમ દુર્નિમત્તથી દૂર રહેવું, પૂરા સમય માટે તેવું બનવું શક્ય ન હોય તો આવશ્યકાદિ ક્રિયા દ્વારા અશુભને ત્યજી શુભમાં રહી શુદ્ધભાવપૂર્વક પૂજાદિ સાધનમાં નિષ્ઠા રાખવી.
વળી શ્રાવકે કોઈ પણ શુભયોગ વડે અનુષ્ઠાનનું ફળ કે સુખને ઇચ્છવું નહિ, છતાં સુખ મળે તો પણ તેના પ્રલોભનમાં અટકવું નહિ પરંતુ એ શુભયોગથી મળેલા ઉત્તમ માનવજન્મનો સદુઉપયોગ કરવો. અન્ય પુણ્યયોગમાં સ્વરૂપ નિષ્ઠા વધારવી. ધનપ્રાપ્તિના પ્રયોજનમાં ધર્મને ગૌણ ન કરવો. વીતરાગની પૂજા જેવા અન્ય સાધનો વડે ચિત્તની શુદ્ધિને ગ્રહણ કરી, અવિરતિને ત્યજી દેશવિરતિમાં આવી સર્વવિરતિ સાધ્ય કરવી. સંસારનો ત્યાગ પછી વૈરાગ્ય જેવા શુદ્ધ પરિણામ વડે સર્વ કર્મોનો નાશ કરી શીધ્ર મુક્તિને પ્રાપ્ત કરવી.
જો શ્રાવક આવા ક્રમમાં ન જાય અને ભ્રમ સેવે કે પૂજાદિના સાધનોનું પ્રયોજન નથી તો રાગદ્વેષ અને મોહનું નિવારણ શક્ય નથી. પૂજાદિ અનુષ્ઠાન વડે શુભ ભાવનાઓથી મન ભાવિત થાય છે. ત્યારે વિષયોની આસક્તિ છૂટે છે. અને ક્રમે કરીને આત્મભાવના વડે વૈરાગ્ય પેદા થાય છે. તત્ત્વબોધના અંતરાયરૂપ મોહ ટળતા જીવ શીઘતાએ મોક્ષ માર્ગને પામે છે.
મંગલમય યોગ
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org