________________
અયોગ્યના અપરાધથી છૂટવા માટે શુભાશ્રવનું પાતંત્ર્ય છે, છતાં તે પાતંત્ર્ય પણ તત્ત્વ દૃષ્ટિથી મુક્ત કરે છે. માટે અશુભથી છૂટવા શુભભાવપૂર્વક આરાધન કરવું. પછી શુદ્ધ દષ્ટિ વડે શુભાશુભ બંનેનો છેદ થતાં મોક્ષભાવ પ્રગટ થાય છે.
येनाज्ञा यावदाराद्धा स तावल्लभते सुखम् ।
यावद् विराधिता येन तावद् दुःखं लभेत सः॥ ३४ ॥ ભાવાર્થ : જે જેટલું આજ્ઞાનું પાલન કરે છે, તેટલું સુખ પામે છે, અને જેટલી વિરાધના કરે છે તેટલું દુઃખ પામે છે. - વિવેચન : આજ્ઞાપાલનના પારતંત્રમાં પણ સ્વાતંત્ર્ય સમાયેલું છે. આ પાતંત્ર્ય પૌગલિક પદાર્થોનું નથી કે તમને પરાધીન બનાવે. પણ જેમ જેમ આજ્ઞાપાલનની વિશેષતા તેમ તેમ આત્મિકબળની વૃદ્ધિ થાય છે. જે આત્માને આંતરિક શુદ્ધિ થાય છે તેનું દુઃખ નાશ પામે છે. તેના મૂળમાં આજ્ઞાનું આરાધન છે. આજ્ઞા માર્ગ ઘણો નિશ્ચિતતાવાળો છે.
જિનાજ્ઞાનું મૂળસૂત્ર છે હિંસાદિ પાપથી બચો, રાગાદિભાવથી દૂર રહો. સર્વજ્ઞના હિતકારક વચનોને યથાર્થપણે અનુસરવું તે ધર્મ છે. તેનો અનાદર કરવો તે અધર્મ છે, વિરાધના છે. જે દુઃખનું કારણ છે. આજ્ઞાપાલનની ભાવના સ્વચ્છેદાદિ દોષોની વારક છે. સ્વછંદ જેવા અનર્થથી બચવા માટે આજ્ઞાનું પાલન છે. તે સ્વાતંત્ર્યનો હિતકારી સઉપયોગ છે.
ગુરુઆજ્ઞા એ સર્વશની આજ્ઞાનું પ્રતિબિંબ છે. કારણ કે ગુરુજનો પણ તેમને આધીન વર્તે છે. એ આધીનતા સુખદ છે, સંસારી જીવોને માટે વડીલોની, માતાપિતાની આજ્ઞા હિતકારક છે. સ્વચ્છંદતાનું દમન એ વિનય વડે થાય છે. આજ્ઞાપાલનની અરૂચિ અહંકારમૂલક છે. જે અન્ય દોષોને લાવે છે.
આ આજ્ઞા સમર્થની છે. સમર્થની આજ્ઞા જીવને સમર્થ બનાવે છે. દુઃખથી મુક્તિ અને સુખની પ્રાપ્તિ કરાવે છે.
૩૪
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org