________________
सदा तत्पालने लीनैः परमात्मात्मनात्मनि ।
सम्यक् सं ज्ञायते ज्ञातो मोक्षं च कुरुते प्रभुः ॥ ३५ ॥ ભાવાર્થ : આજ્ઞાપાલનમાં હંમેશાં તત્પર જીવો પોતે જ આત્મામાં પરમાત્માને સારી રીતે જાણે છે. અને તે પ્રમાણે પરમાત્માનું સમ્યજ્ઞાન થવાથી મોક્ષ થાય છે.
વિવેચન : આજ્ઞાપાલનની નિષ્ઠા શ્રદ્ધામાંથી જન્મે છે. જેના હૃદયમાં એવી શ્રદ્ધા છે કે આજ્ઞા વગર મોક્ષ નથી, તેનું સાધ્ય સિદ્ધ થાય છે. આજ્ઞાકારકની કૃતજ્ઞતા વગર આજ્ઞાપાલન સંભવ નથી જેમ જ્ઞાનની સાધનામાં ધ્યાન અપેક્ષિત છે, તેમ આજ્ઞાપાલનમાં શ્રદ્ધાની અપેક્ષા છે.
જે શુદ્ધ આત્માને જાણે છે તે જ પરમાત્માને જાણે છે, કારણ કે શુદ્ધાત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. આત્મસ્વરૂપનું મહાભ્ય આવે ત્યારે સર્વોત્કૃષ્ટ પરમાત્માનું માહાલ્ય વધી જાય છે. તેમના સ્વરૂપનું દ્રવ્ય ગુણ અને પર્યાય - વ્યક્ત અવસ્થાનું જ્ઞાન થતાં જીવના મોદાદિ ક્ષીણ થાય છે. અને જીવ શીવપદને પામે છે. આ આત્મા દ્રવ્યથી શુદ્ધ છે. ગુણો વડે અનંત લબ્ધિયુક્ત છે. અને અવસ્થાએ પૂર્ણ જ્ઞાનમય છે.
આ આત્મા અંતરદષ્ટિ વડે જણાય છે. વાસ્તવમાં જગત બહાર છે. આત્મા આંતરવસ્તુ છે. જેમ દીવો દીવાના પ્રકાશમાં જણાય છે. તેમ આત્મા આત્માના જ્ઞાન વડે જ્ઞાનમય એવા આત્માને જાણે છે. આત્મામાં સ્થિર થવાથી આત્માનું પરમાત્મ સ્વરૂપ જણાય છે.
આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય તે માટે પ્રથમ ચૈતન્ય સ્વરૂપ આત્માનું આપણને નિરંતર સ્મરણ રહેવું જોઈએ. તે પ્રભુભક્તિ વડે પેદા થાય છે. જીવને જ્યારે તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે, ત્યારે તેને માહાભ્ય આવે છે કે પરમાત્મા આત્માના પરમહિતૈષી છે. પરમાત્મ સ્વરૂપ એ વિશ્વનું સર્વતોમુખી શુદ્ધ તત્ત્વ છે. એવું જ્ઞાન થતાં પરમાત્માનું ધ્યાવન કરીને જીવ પરમાત્મા થાય છે.
મંગલમય યોગ
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org