________________
बुद्धो वा यदि वा विष्णुर्यद्वा ब्रह्माथवेश्वरः ।
उच्यतां स जिनेन्द्रो वा नार्थभेदस्तथापि हि ॥ ३६ ॥ ભાવાર્થ : તે પરમાત્માને બુદ્ધ કહો કે વિષ્ણુ કહો. અથવા બ્રહ્મા કહો કે મહાવેદ કહો. પછી જિનેન્દ્ર કહો તેમાં ખરેખર અર્થથી કિંઈ ભેદ નથી.
વિવેચન : પરમાત્માને ગમે તે નામથી પોકારો તે પ્રગટ છે. તે કોઈ નામરૂપથી બંધાયેલા કે બાધિત નથી. એ અનામી છે. અરૂપી છે. અવ્યય છે. ભક્તજનોએ ભક્તિવશ તેમના નામ અને રૂપના પ્રકારો યોજ્યા છે. અર્થથી વિચારો તો કંઈ ભેદ નથી.
સર્વ નામ ઉપનામનો મર્મ કેવળ પરમાત્માની સ્તુતિ કે સ્તવના છે. જે રાગદ્વેષ રહિત છે. તે સર્વે પરમસ્વરૂપ છે. તે વીતરાગ છે, તેને ગમે તે નામથી પોકારો કંઈ ભેદ નથી. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે. જેમની પાસે રાગાદિના કોઈ નિમિત્ત કારણો નથી. ભાવથી તેઓ વીતરાગ સ્વરૂપ છે. ઘાતી કર્મનો નાશ કરી કૈવલ્ય પામ્યા છે. તે પરમાત્મ સ્વરૂપને ભલે કોઈ પણ નામ આપ્યું હોય તેમાં ભેદ નથી.
ममैव देवो देवः स्यात् तब नैवेति केवलम् ।
मत्सरस्फूर्जितं सर्वमज्ञानानां विजृम्भितम् ॥ ३७ ॥ ભાવાર્થ : મારો જ દેવ એ સાચો દેવ છે તારો દેવ તે સાચો દેવ નહિ, એ બધું કેવળ અજ્ઞાનીનું ઈર્ષાથી નીકળેલું વચન છે.
વિવેચન : ગ્રંથકારે વિશાળ દૃષ્ટિયુક્ત આ કથન કર્યું છે. યદ્યપિ શાસ્ત્રોમાં બાળ કે અજ્ઞ જીવોને શ્રદ્ધા માટે કે વિપરીત બુદ્ધિ ટાળવા માટે ઉપદેશ આપવામાં આવે છે કે મારા દેવ સર્વજ્ઞ છે, તીર્થકર છે, સિદ્ધ છે. તે સિવાયના દેવને માનવા-નમવા તે મિથ્યાત્વ છે. જે સરાગી છે, સ્ત્રી કે શસ્ત્રસહિત છે તે દેવ હોઈ શકે પરંતુ તે સર્વજ્ઞ વીતરાગ નથી, માટે તે દેવો જૈનદર્શનમાં આરાધ્ય નથી.
વળી એક જ જૈનધર્મમત ધરાવતા મનુષ્યોની માન્યતામાં પણ એક જ મહાવીર આદિની તીર્થંકરની પ્રતિમાની માન્યતામાં મતભેદ
૩૬ Jain Education International
મંગલમય યોગા
www.jainelibrary.org
For Private & Personal Use Only