________________
પ્રવર્તે છે. અન્યોન્ય મતવાળા પ્રતિમાનો ભેદ કરી મિથ્યાત્વ માને છે. તેમાં વિવેક જરૂર છે.
આમ વિચાર કરતાં ઘણા વિકલ્પો ઊઠવા સંભવ છે. શાસ્ત્ર એક બાજુ અન્યના દેવાદિને કુદેવ કહે છે. એક જ દર્શનના પ્રતિમાજીમાં પણ ભેદ જુએ છે. અને અત્રે અન્ય દેવને સાચા છે તેમ કહે છે.
ગ્રંથકાર કહે છે કે જૈન દર્શનમાં વિશાળતા છે તે અનેકાંત દૃષ્ટિયુક્ત છે, અન્યના દેવ ખોટા, હું માનું છું તે દેવ જ સાચા કહેવા તે સંકુચિત દૃષ્ટિ છે, એમ કહેવું સમતા કે માધ્યસ્થભાવ નથી પરંતુ અજ્ઞાનીજનોની ઈર્ષા છે.
એનો અર્થ એ થયો જેને જે યોગ વડે જે દેવાદિનો સંસ્કાર હોય તેમાં જો તેની ભાવના તે દેવાદિ પ્રત્યે બહુમાનવાળી, ભક્તિ સ્વરૂપ હોય તો તેને માટે તે સાચા દેવ છે, માટે અન્ય જેને દેવ માને તેનો અપલાપ કરવો નહિ.
यथावस्थितविज्ञाततत्स्वरुपास्तु किं कचित् ।
विवदन्ते महात्मानस्तत्त्वविश्रान्तदृष्टयः ? ॥ ३८ ॥ ભાવાર્થ: જેઓએ પરમાત્માનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે અને જેમની દૃષ્ટિ તત્ત્વમાં જ વિશ્રામ પામી છે. તેવા મહાત્માઓ શું ક્યારેય વિવાદ કરે છે ! વિવાદ કરતા નથી.
વિવેચન : પરમાત્મા કે અહિત પદે પૂજાવાનું કારણ તે દેવમાં રહેલા તેમના ગુણો છે. લૌકિક દેવ આરાધ્યને યોગ્ય નથી. પરંતુ જે લોકોત્તર દેવ છે કે જેમાં પૂર્ણ વીતરાગતાને કારણે પૂર્ણ પરમાત્માપણું પ્રગટ થયું છે, તેવા દેવોને જે જાણે છે, તેમની પાસે સાચી દૃષ્ટિ છે. જેઓ ખોટી માન્યતાથી મુક્ત રહી કેવળ તત્ત્વદૃષ્ટિ યુક્ત છે. તેઓએ તત્ત્વદૃષ્ટિ દ્વારા પરમાત્માના સ્વરૂપનું દર્શન કર્યું છે. તત્ત્વદૃષ્ટિથી જોતાં તેઓમાં આત્મા પરમાત્માનો ભેદ ભૂંસાઈ ગયો છે. તેઓ વ્યર્થ વિવાદ કરતા નથી.
સૌ આત્મા સમાન છે, આત્મા તે જ પરમાત્મા છે તેમ કહેવું
મંગલમય યોગ
3o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org