________________
તે કેવળ વાચળતા બને છે, કારણ કે એવું બોલનાર કોઈ દરિદ્રી, કોઢિયા જેવા રોગી કે કૂતરા બિલાડા જોઈ સમભાવ રાખી શકતા નથી. દરિદ્રી આદિને જોઈ ભયભીત બને છે.
પરંતુ જે મહાત્માઓએ વિવાદ છોડ્યો છે. તેઓએ આવા ભેદ ટાળ્યા છે. તેઓ સર્વ પ્રાણી પ્રત્યે યોગ્ય વ્યવહાર કરવામાં પણ સમભાવની મુખ્યતા રાખે છે. સૌ આત્માને સમાન કહેનારો પોતાના જ બંધુઓ સાથે સ્વાર્થને કારણે બંધુભાવ ત્યજી દે છે ત્યાં આત્મભાવની તો ઉત્તમતા ક્યાં ટકે? ભગવાનના ભેદ પાડી જે કેવળ વિવાદ કરે તે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ ક્યાંથી જાણે !
કોઈ વાર એવું બને છે કે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ ભૂલી જઈ હું માનું છું તે મારી પરંપરાની અમુક માન્યતા છે, તેવા આગ્રહવશ તે સ્વયં પોતાની માન્યતાના પ્રસાર અને પ્રચાર માટે ભોળાજનોને અવળે માર્ગે દોરી જાય છે.
આ કાળમાં કોઈ પૂર્ણ જ્ઞાની નથી. તેથી આપણને સ્પષ્ટ ખુલાસો ન મળે. માટે કોઈને ખોટા કહ્યા વગર તને તારા સંસ્કારે જે યોગ મળ્યા છે, તેનો આધાર લઈ મનની શુદ્ધિ કર તો, સાચા માર્ગની પ્રાપ્તિ થશે. મહાત્માઓ એટલા માટે જ વિવાદ કરતા નથી.
स्वरुपं वीतरागत्वं पुनस्तस्य न रागिता ।
रागो यद्यत्र तत्रान्ये दोषा द्वेषादयो ध्रुवम् ॥ ३९ ॥ ભાવાર્થ ઃ તે પરમાત્માનું સ્વરૂપ વીતરાગતા છે, નહિ કે સરાગતા, કારણ કે જ્યાં રાગ હોય ત્યાં ષ હોય જ છે.
વિવેચન : છતાં બાળજીવોની મૂંઝવણ ટાળવા ગ્રંથકાર પરમાત્મા સ્વરૂપનું ભાન કરાવે છે. પરમાત્મા એટલે શુદ્ધ સ્વરૂપનું સંપૂર્ણપણે પ્રાગટ્ય. જેના આત્મા વિષયના રાગથી, કષાયોના કલંકથી, પ્રપંચોના દોષોથી, દેહાભિમાનથી જગતની રચનાના કર્તાભાવથી, રહિત છે, કોઈ પ્રકારે તેનો અંશમાત્ર પણ પ્રવેશ નથી તે પરમાત્મા છે.
પરમાત્મા નિષ્કામ કરુણાશીલ છે. રાગાદિના અંશથી મુક્ત છે, તેવા બાહ્ય અંતરંગ નિમિત્તોથી મુક્ત છે. કેવળ સમભાવયુક્ત છે.
૩૮
મંગલમય ચોગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org