________________
તે વીતરાગ છે. કારણ કે જ્યાં રાગનું કોઈ પણ કારણ પછી ભલે બાહ્યધર્મના કારણ હોય તો પણ તે રાગજનિત છે. રાગની સાથે દ્વેષ રહેલો હોય છે. તેથી જેને કોઈ પણ નિમિત્તે મારા કે પરાયાનો વિકલ્પ છે તે પરમાત્મા સ્વરૂપ નથી.
જૈનદર્શન સંપૂર્ણપણે રાગદ્વેષરહિત કોઈ પણ શુદ્ધાત્માને પરમાત્મા સ્વરૂપે સ્વીકારે છે. પરમાત્મા સદેહે વીતરાગ સ્વરૂપ તીર્થકર છે. અશરીરી સિદ્ધ ભગવંતો છે. સર્વ કર્મનો સર્વથા નાશ કરી જે સિદ્ધત્વને પામ્યા છે તે સર્વે પરમાત્મા સ્વરૂપ છે. જે કોઈ પરમાત્મ
સ્વરૂપને પામ્યા છે તે વીતરાગ છે. અંશ માત્ર રાગ કે રાગના કારણ હોય ત્યાં પરમાત્મપણું સંભવતું નથી.
तैर्दोषैर्दूषितो देवः कथं भवितुमर्हति ?।
इत्थं माध्यस्थ्यमास्थाय तत्त्वबुद्धयाऽवधार्यताम् ॥ ४०॥ ભાવાર્થ : મધ્યસ્થતા ધારણ કરીને તત્ત્વબુદ્ધિથી “ આ પ્રમાણે વિચારો કે તે રાગાદિ દોષોથી દૂષિત દેવ એ દેવ થવાને યોગ્ય કેમ હોય ?
વિવેચન : આપણે એવા દેશકાળમાં છીએ કે અન્યોન્ય ધર્મના વ્યવહારમાં મધ્યસ્થ કે સહિષ્ણુ થવાની આવશ્યક્તા છે. ચોથો આરો હોય કે પંચમ આરો હોય પણ રાત્રે અંધકાર જ હોય, દિવસે પ્રકાશ હોય. પૂનમની રાત અજવાળી હોય અને અમાસની રાત અંધારી હોય. ભગવાન મહાવીરના સમયમાં મત-પંથ હતા. ઈતર - જ્ઞાતિ વિવાહ લગ્નો થતાં, પરંતુ પ્રત્યક્ષ સર્વજ્ઞની ઉપસ્થિતિ હોવાથી જીવોનું સમાધાન થતું. આ કાળમાં એવો યોગ નથી. અને દુનિયાનો પરિચય વિશાળ છતાં સાંકડો થતો જાય છે. એક ઘરમાં કન્યા અન્ય ધર્મના સંસ્કારવાળી હોય. મિત્રો અને પડોશીઓ પણ હોય, તેમના પ્રસંગોમાં હાજરી આપવી પડે ત્યારે મધ્યસ્થભાવે જે જે દેવોનું સ્થાપન થાય તેમને રૂડાં જીવો સમજી વ્યવહાર કરવો ઘટે પણ દ્વેષ બુદ્ધિ કરવી ન ઘટે. પરંતુ પોતાની સાધના માટે ઉપાસ્ય દેવ તો રાગાદિ દોષોથી રહિત જ હોય. તેમાં કોઈ ભળતા વૈક્રિય દેવો કે રાગાદિ દોષોથી યુક્ત દેવની ઉપાસના ન હોય. કારણ કે સાધનાનું
મંગલમય યોગ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org