________________
લક્ષ્ય વીતરાગતા છે. તેથી ઉપાસ્ય પણ વીતરાગ હોય. જો ઉપાસ્ય એવા દેવ સરાગી હોય તો સાધનાનું લક્ષ્ય વીતરાગતા છે તે ટકી ન શકે. તેવા દેવની ઉપાસના કે ભક્તિ મુક્તિનું સાધન ન બને. માટે બહુ કથનથી સર્યું. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ઉપાસનામાં ભાવ સરાગ છે પરંતુ લક્ષ્ય વીતરાગતા હોવાથી પરિણામે જીવ વીતરાગને ઉપાસીને વીતરાગ થાય છે.
તત્ત્વબુદ્ધિથી જોતાં કોઈ દેવ તારું હિત કરે કે તને સુખ આપે તેવી વ્યવસ્થા છે નહિ. તું જ તારો દેવ છું પછી બીજા દેવને ભજવાથી શું ? છતાં અરિહંત પૂજનીય છે. તેવું શ્રદ્ધાન રાખવું.
यद्वा रागादिभिर्दोषैः सर्वसंक्लेशकारकैः।
दूषितेन शुभेनापि देवेनैव हि तेन किम् ॥ ४१ ॥ ભાવાર્થ : અથવા સર્વ પ્રકારના સંકલેશ ઉત્પન્ન કરનાર રાગાદિ દોષોથી દૂષિત એવા તે દેવ કદાચ શુભ ગતિવાળા હોય તોપણ તેનાથી શું ?
વિવેચન : કેટલાક અન્ન મનુષ્યો શુભદેવોની માન્યતા કરે છે, અને માને છે કે તેમની કૃપા વડે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે. પરંતુ એવા શુભ જન્મવાળા દેવો જ સ્વયં અન્યની કૃપાને ઇચ્છે છે. તે માટે તેઓ સંકલેશ પરિણામવાળા હોય છે તે તમને શું લાભદાયક થશે ! વળી એવા દેવો વિષે એવી માન્યતા છે કે જો તેઓ રૂઠે તો ખેદાનમેદાન કરી નાંખે. આથી શંકા અને ભયસહિત તે દેવોની ઉપાસના કરવાથી શું ? તેને બદલે વીતરાગની ઉપાસના કેવી નિશ્ચિતતાવાળી છે ? પૂછો તો તમારી ભાવનાઓ ઉચ્ચ બને, તમે શુભકર્મો ઉપાર્જન કરો અને સુખ ભોગવો. પૂજા ન કરો તો બીજે નહિ પણ ભગવાનની ભક્તિ રહિત ચિત્તની મલિનતા ટળતી નથી તેથી પાપવૃત્તિ ટળતી નથી તેને કારણે તમે દુ:ખ પામો છે.
वीतरागं यतो ध्यायन वीतरागो भवेद् भवी।
इलिका भ्रमरी भीता ध्यायन्ती भ्रमरी यथा ॥ ४२ ॥ ભાવાર્થ : જેમ ભય પામેલી ઈયળ ભમરીનું ધ્યાન કરતી તે
४०
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org