________________
સ્વયં ભમરી થઈ જાય છે. તેમ વીતરાગનું ધ્યાન કરતો સાધક સ્વયં વીતરાગ થઈ જાય છે.
વિવેચન : જેવી સંગત તેવી રંગત, જેવો સંગ તેવો રંગ ચઢે. સંસારીનો સંગ સંસારની વૃદ્ધિ કરે. વીતરાગનો સંગ વીતરાગતાનું બળ આપે. દરમાં રહેલી ઈયળને ભમરી વારંવાર ડંખ મારે, વળી પાછી તે બહાર જાય પરંતુ દરમાં રહેલી ભમરી તેના ઘૂ ઘૂ અવાજની પ્રતીક્ષામાં ડંખનો ભય સેવીને પોતે ભમરી થઈ દરની બહાર નીકળે છે. સંસારી જીવો વ્યસનીની સોબતે વ્યસની બને છે. ભાઈ ! તું સમર્થને સેવીને સમર્થ કેમ ના બને ? માટે તારે ભક્તિ કરવી છે તો વીતરાગની કર તો તારા સર્વ દુઃખોનો અંત લાવનારું વીતરાગપદ પામીશ.
જે વીતરાગતાનું લક્ષ્ય રાખી વીતરાગ સ્વરૂપને ભજે છે, તેનું ધ્યાન કરે છે, પરિણામે તે ગુણમય બની જતાં સાધક સ્વયં વિતરાગ થઈ જાય છે.
रागादिदूषितं ध्यायन् रागादिविवशो भवेत् ।
कामुकः कामिनीं ध्यायन् यथा कामैकविह्वलः॥ ४३ ॥ ભાવાર્થઃ કામાતુર પુરુષ કામિનીનું ધ્યાન કરીને ધ્યાનથી વિહ્વળ થાય છે. તેમ રાગાદિથી દૂષિત દેવોનું ધ્યાન કરનાર રાગાદિને આધીન વર્તે છે.
વિવેચન : જગતનો વ્યવહાર એવો છે કે જેની કામના કરે તેની પાછળ તે દોડે છે. કામી પુરુષ પોતાની કામના પૂરી કરવા કામિનીનું ધ્યાન કરે છે. કલ્પનામાં પણ સ્ત્રીને ઊભી કરે છે અને વ્યાકુળ થાય છે. તેમ જગતના ભૌતિક પદાર્થો મેળવવાની આકાંક્ષાથી જે એવા જ રાગવાળા દેવનું ધ્યાન કરે છે તેના રાગાદિ વૃદ્ધિ પામે છે. એક વાર તેવા દૂષણમાં ફસાય પછી તેનાથી છૂટી શક્તો નથી. આશાનો દાસ બની જીવન વ્યર્થ ગુમાવે છે. સંસારના સુખાદિ સૌના પ્રારબ્ધને આધીન છે. તેમાં કોઈ દેવ એક તૃણ જેટલો પણ ફેરફાર કરી શક્તા નથી. જે કંઈ બને છે તે શુભાશુભ યોગથી બને છે.
મંગલમય યોગ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org