________________
તારું ધ્યેય જો વીતરાગ સ્વરૂપ છે તો પછી તારે સરાગી દેવને સંસાર સુખના હેતુથી ભજવાની જરૂર નથી તે દેવ સ્વયં લોભાદિને આધીન છે. તે તને સાચું સુખ કેવી રીતે આપશે ?
रागादयस्तु पाप्मानो भवभ्रमणकारणम् ।
न विवादोऽत्र कोऽप्यस्ति सर्वथा सर्वसंमतेः ॥ ४४ ॥ ભાવાર્થ : દુષ્ટ એવા રાગાદિ જ ભવભ્રમણનું કારણ છે. આ બાબત સૌને સંમત છે તેમાં કોઈ વિવાદની જરૂર નથી.
વિવેચન : હે સુજ્ઞ ! તું બહાર કંઈ શોધ મા, અંતરમાં જો ! તને સમજાશે કે તારા ભવભ્રમણનું કારણ તારામાં જ રહેલા દુષ્ટ રાગાદિ કારણો છે. કોઈ પણ મત આ બાબતનો સ્વીકાર કરે છે કે જે જેવું કરે છે તેવું પામે છે. એક તો તારામાં રાગાદિનો ખજાનો ભર્યો છે તેમાં વળી તું તેવા દેવો પાસેથી પાછી રાગાદિની સાધનોની ભેટ મેળવી દુષ્ટતાનો વધારો કરે છે. જે સામગ્રી તારા અનંત સંસારનું ઉપાર્જન કરે છે તેને તેનું જ્ઞાન હોય કે ન હોય પરંતુ આ જગતસ્થિતિનો અફર નિયમ છે. ભક્તો કે ભગવાન પણ તેને વશ વર્તે છે. જે રાગાદિને સેવે છે તે રાગરૂપ સંસારમાં ભમે
મનુષ્ય રાગાદિને આધીન ભલે વર્તે પણ તેની ચેતના કંઈ રાગાદિ સ્વરૂપે નથી. રાગાદિનું સેવન તારા જ ભવભ્રમણનું કારણ બને છે. તેમાં હવે કોઈ વાદ કરવાની જરૂર નથી. પરંતુ રાગાદિને છોડવાની જરૂર છે.
वीतरागमतो ध्यायन् वीतरागो विमुच्यत्ते ।
रागादिमोहितं ध्यायन् सरागो बध्यते स्फुटम् ॥ ४५ ॥ ભાવાર્થ ? આથી વિતરાગનું ધ્યાન કરતો વીતરાગ થઈ મુક્ત થાય છે. સરાગ દેવનું ધ્યાન કરતો સરાગી થઈ સ્પષ્ટપણે બંધાય
વિવેચન : પ્રથમ નક્કી કર કે તારું ધ્યેય શું છે ? સંસારનું બંધન કે સંસારથી મુક્તિ ! તને કંઈ નિર્ણય ન થતો હોય તો તું
૪૨
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org