________________
સમય વ્યર્થ ગુમાવે છે. જ્યાં તારી બુદ્ધિ ન ચાલે ત્યાં તું જ્ઞાનીના હાથમાં તારી લગામ સોંપ. જેથી તારો ભ્રમ ટળી જાય. વીતરાગ તને ચમકારા મારતા શરીર વડે પ્રસન્ન નહિ થાય, પણ તેમનું ધ્યાન કરવાથી તું નિરૂપમ સુખ પામીશ, અને ક્રમે કરીને મુક્તિ પામીશ. શા માટે ખોટા આડંબર અને ચમત્કારમાં લોભાઈ બંધાય છે.
य एव वीतरागः स देवो निश्चीयतां ततः ।
મનાં મોનિઃ સ્વતીપરવીઝઃ |૪૬ . ભાવાર્થ ? માટે એવો નિશ્ચય કરવો જોઈએ કે જે વીતરાગ છે તે જ સાચા દેવ છે. ભવ્ય જીવોના સંસારરૂપી પર્વતને નિશ્ચયથી નાશ કરવામાં વજ સમાન છે. અને તેમની ઉપાસના વડે તેમના જેવું પદ આપે છે.
વિવેચન : ગ્રંથકારે ઘણી રીતે સમજાવ્યા પછી આખરે કહે છે કે તું બધા તર્કને ત્યજી દે, અને એક જ નિર્ણય પર ટકી રહે કે વીતરાગ જ સાચા દેવ છે તે મારે આરાધ્ય છે.
નય વિજય વિબુધનો સેવક વાચકયશ કહે સાચું રે કોડી કપટ જો કોઈ બતાવે તોહી પ્રભુ વિણ નહીં યાચું રે.
ભવ્યાત્માનું જેવું ધ્યેય નક્કી હોય છે તેવું મન પણ દઢ હોય છે. કોઈ દેવ કરોડપતિ બનાવે, સંતાનપ્રાપ્તિ કરાવે, દુશ્મનને હાનિ કરી આપે. શરીરની સુખાકારી આપે, આવાં ઘણાં પ્રલોભનો સાંભળવા છતાં પણ સાચા ઉપાસકને મન એક જ વીતરાગદેવ તેના દેવ છે. મેળામાં ભૂલો પડેલો બાળક “મા” સિવાય કંઈ ઈચ્છતો નથી, બોલતો નથી, તેમ ભવ્યાત્મા સંસારમાં ભૂલો પડ્યો છે તે વીતરાગ સિવાય કોઈને ઇચ્છતો નથી. તેને અડગ શ્રદ્ધા છે કે સંસારરૂપી કઠણ પર્વતને તોડવાનું વજ જેવું સાધન વીતરાગતા છે. અને તે વીતરાગદેવ દ્વારા સંભવ છે.
વિતરાગદેવ એક તો સંસારરૂપી પર્વતને તોડવાનું બળ આપે. સંસારનું બંધન છોડાવી વળી પાછું પોતાના જેવું પદ પ્રદાન કરે. આના જેવો દાતા તને ક્યાં મળશે ? વૈક્રિય કે કાલ્પનિક દેવો
મંગલમય યોગ
૪3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org