________________
અલ્પતા માટે દ્રવ્યસ્તવ એક નિમિત્ત છે.
भवेद् विरतिरप्यस्य यथाशक्ति पुनर्यदि ।
ततः प्रक्षरितः सिंहः कर्मनिर्मथनं प्रति ॥ ३२ ॥ ભાવાર્થ : વળી જો ગૃહસ્થને દ્રવ્યસ્તવની સાથે યથાશક્તિ વિરતિ હોય તો કર્મોનો નાશ કરવા માટે થાય છે. જેમ હાથીઓને હણવા તત્પર થયેલો સિંહ હાથીઓનો નાશ કરે છે તેમ ગૃહસ્થ કર્મોનો નાશ કરે છે.
વિવેચન : જેમ જ્ઞાનનું ફલ વિરતિ છે. તેમ દ્રવ્યસ્તવ વડે યથા શક્તિ વિરતિ પરિણામ થાય છે. વિરતિને કારણે વૃત્તિઓનો, દોષોનો, મિથ્યાભાવનો સંક્ષેપ થયા પછી સાધકમાં જે વૈરાગ્યના ભાવ થાય છે, એ વૈરાગ્યના બળ વડે તે કર્મોનો નાશ કરવા શક્તિમાન થાય
અપરાધી પણ કુકર્મ સેવી પ્રભુ ભક્તિ વડે મુક્તિ પ્રાપ્ત કરે છે. ભક્તિ વડે અહંકાર ટળે છે. અહંકાર ટળતાં પાપવૃત્તિ ટળે છે. તે વિરતિ ધર્મમાં આવે છે. વિરતિ ધર્મ અહિંસાનું દ્યોતક છે. સર્વ જીવો પ્રત્યે સમભાવ તે અહિંસાનું મૂળ છે. સમભાવ એ વૈરાગ્ય અને મુક્તિના માર્ગનો સૂચક છે.
ગૃહસ્થ અવ્રતને ત્યજીને વ્રતને ગ્રહે છે. ત્યારે બાહ્ય રીતે તે અહિંસા વ્રતને ગ્રહે છે. પણ તેના અંતરના ભાવમાં વૈરાગ્ય પ્રવર્તે છે. એ વૈરાગ્ય વડે કર્મોના નાશ કરવા તે ઉદ્યમી બને છે. અર્થાત્ દ્રવ્યસ્તવ બાહ્યક્રિયા છતાં તેનું પ્રયોજન પરંપરાએ મુક્તિ છે. દ્રવ્યસ્તવ દ્વારા ગૃહસ્થ ભગવાનની સ્તુતિ કરે છે. આદર કરે છે. મનમાં બહુમાન રાખે છે. ભગવાનની આજ્ઞાએ ચાલવાનો નિશ્ચય કરે છે, તેથી તેની ભાવ શુદ્ધિ થાય છે ભાવશુદ્ધિ કર્મોનો નાશ કરે છે. નવકાર મંત્રની આરાધના દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે સ્તુતિનું કારણ છે.
ગૃહસ્થ જેની સ્તવના કરે છે. તે વીતરાગ છે. વીતરાગને ભજીને ગૃહસ્થ રાગી મટી વીતરાગી થાય છે. આથી વ્યસ્તવ
૩૨
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org