________________
પ્રભાવ અચિંત્ય છે. તેમના પ્રત્યે શુભભાવ કરવાથી કે શુદ્ધ ભાવે ભજવાથી તે આત્માર્થીનું કલ્યાણ થાય છે. સૂર્ય ઊગે, પ્રકાશ રેલાય, દ્વાર ખોલે તેને પ્રકાશનો લાભ મળે, તેમ ભગવાનના પ્રભાવનું સમસ્તલોકમાં સાતત્ય છે. નિરંતર વહેતા ઝરણા જેવું છે. જે ઉત્તમ ભાવો કરે તેના પર તેમના ગુણોનો પ્રભાવ પડે. એ ગુણોને હૃદયમાં ધારણ કરીને ભક્ત ભગવાન જેવો થાય છે. અર્થાત તેનું કલ્યાણ થાય છે.
स्वर्गापवर्गदो द्रव्यस्तवोऽत्रापि सुखावहः ।
हेतुश्चित्तप्रसत्तेस्तत् कर्तव्यो गृहिणा सदा ॥ ३१॥ ભાવાર્થ: દ્રવ્ય સ્તવ પરલોકમાં સ્વર્ગ અને મોક્ષ આપનાર છે. અને આ લોકમાં પણ સુખ આપે છે. તે દ્રવ્યસ્તવ ચિત્તની પ્રસન્નતાનું કારણ છે. માટે ગૃહસ્થ સવિશેષ દ્રવ્યસ્તવ કરવો જોઈએ. - વિવેચનઃ ભગવાન મહાવીરના શાસનની બે પ્રણાલિ છે. એક શ્રમણ સંસ્કૃતિ અને બીજી શ્રાવક સંસ્કૃતિ. અત્રે દ્રવ્યસ્તવપૂજાનો અધિકારી શ્રાવક અને ભાવતવના અધિકારી સાધુ કહેવાય છે. ગૃહસ્થ - શ્રાવક પાસે ભૌતિક સામગ્રીની અલ્પાધિકતા હોય છે, વળી તેમાં મૂછ હોય છે. તે આરંભ અને પરિગ્રહની મૂછથી છૂટવાનું એક બાહ્ય સાધન દ્રવ્યસ્તવ છે. અર્થાત્ વિવિધ ઉત્તમ પદાર્થો લઈને જિનેશ્વરની પક્ષાલાદિ પૂજા-સત્કાર કરવા તે ગૃહસ્થને આવશ્યક છે. તે વડે તેનામાં ત્યાગની ભાવના વિકસે છે. વળી જિનેશ્વરને ચરણે ધરાતા ઉત્તમ પદાર્થો જિનેશ્વરને ખપતા નથી પરંતુ તે દ્વારા ગૃહસ્થ પોતાના ભાવની શુદ્ધિ કરે છે.
આથી તે દ્રવ્યસ્તવ સમયે ગૃહસ્થને ચિત્તમાં પ્રસન્નતા આવે છે. સંકલેશ પરિણામ ઘટે છે. તેથી તે સુખ પામે છે. અને તે ભાવના વડે શુભ આયુષ્ય બાંધીને તે સ્વર્ગનું સુખ પામે છે. તે વચમાં આવતા વિશ્રામ સ્થાન જેવું છે. વાસ્તવમાં વીતરાગ જિનેશ્વરને ભજનારો મોક્ષનો અર્થી છે. તે દ્રવ્યસ્તવની પાછળનો હેતુ અને સ્તવનું પ્રયોજન છે. વળી ગૃહસ્થને જો દ્રવ્યસ્તવ-પૂજાનો કોઈ આદર નથી તો તેની દીનચર્યાના દોષ હળવા થતા નથી આરંભ સમારંભની
મંગલમય યોગ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org