________________
તે પવિત્ર શક્તિનો પ્રભાવ પ્રગટ થાય છે. ભાવમાં જો અપેક્ષા, મલિનતા હોય તો પવિત્ર શક્તિનો પ્રભાવ પડતો નથી. કેવળ દેરાસરમાં જ ભગવાન પ્રત્યે ભાવ જાગે તે પૂરતું નથી પણ ક્ષણમાત્ર પણ જે ભગવાનનું વિસ્મરણ ન કરે, જગતને ભૂલી જે ભગવાનને હૃદયમાં ધારણ કરે છે, તેને આત્મિક લાભ થાય છે. એ પરમાત્માની પ્રીતિને ભૂલીને જે સંસારનું સ્મરણ કરે છે તે દુઃખ પામે છે, માટે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભય પ્રકારે ભક્તિ કરવી. સવિશેષ શુદ્ધાચરણથી આરાધના થાય છે. તે ભાવસ્તવ છે.
ભક્તિ એ સરાગ સાધના છે. પરંતુ જેના પ્રત્યે રાગ કરવામાં આવે છે તે વીતરાગ છે, માટે એ રાગ પણ ક્રમે કરીને વૈરાગ્યમાં પરિણમે છે.
चिन्तामण्यादिकल्पस्य स्वयं तस्य प्रभावतः ।
कृतो द्रव्यस्तवोऽपि स्यात् कल्याणाय तदर्थिनाम् ॥ ३० ॥ ભાવાર્થ : તેમનો કરાયેલો દ્રવ્યસ્તવ પણ ચિંતામણિ આદિ સમાન ભગવાનના પ્રભાવથી કલ્યાણના અર્થે થાય છે.
વિવેચન : ભગવાનના દર્શન પ્રથમ તો પાપજનિત સંકલેશ પરિણામનો પરિહાર કરે છે. પછી સરાગતાની ભૂમિકા પ્રમાણે કે ભવિતવ્યતાના યોગે સ્વર્ગનું કારણ બને છે. દ્રવ્યસ્તવ ભાવસ્તવમાં પરિણમી મોક્ષનું કારણ બને છે. પ્રભુ પ્રીત્યર્થે કરેલી દ્રવ્યપૂજા-સ્તવના પણ જો ભાવશુદ્ધિ સહિત હોય તે ચિંતામણિ સમાન છે. ચિંતામણિ રત્નની એવી ઉપમા છે કે તેને હસ્તમાં ધારણ કરી મનુષ્ય જે કંઈ ચિતવે કે ઇચ્છે તેની તેને પ્રાપ્તિ થાય છે. ચિંતામણિને એવું લક્ષણ
આ પ્રમાણે મનુષ્યની ભાવનાનું લક્ષણ એ છે કે જે જેવી ભાવના કરે તેવું પરિણામ નિપજે છે. જો આત્માના પરિણામ અશુભ છે તો જીવ દુઃખ પામે છે. શુભ પરિણામ વડે સુખ પામે છે. અને શુદ્ધ પરિણામ વડે મુક્તિ પામે છે.
ભગવાન વીતરાગ છે, અકર્તા છે, વિકલ્પરહિત છે, છતાં તેમનો
૩૦
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org