________________
દોષના ક્ષીણ થવાથી અને વિષયોનો સંગ છૂટવાથી આત્માની પરિણતિ અનાસક્ત થાય છે. ત્યારે આત્માનુભૂતિરૂપ ચારિત્રનું નિર્માણ થાય છે. માટે વૈરાગ્યવાસિત આત્માઓની ભક્તિએ આત્માનુભૂતિનું નિમિત્ત બને છે.
ઉત્તમ ચારિત્રનું નિર્માણ જેમ જિન પ્રત્યેની ભક્તિથી થાય છે, તેમ જીવો પ્રત્યે મૈત્રીથી થાય છે. વળી મૈત્રી આદિ જીવોથી આત્મા સાથે લાગેલા પુરાણા દ્રષના સંસ્કારો જાય છે. પ્રભુની ગુણરૂપ ભક્તિ દ્વારા કષાયથી મુક્ત થવાય છે. અને દોષદર્શન વડે ઊપજતો વૈરાગ્ય વિષયોથી મુક્ત કરે છે. આથી ઉત્તમ ચારિત્ર્યવાન પોતાના દોષો જુએ છે. અન્યના ગુણો જુએ છે.
જિનાજ્ઞા ધારણ કરનારને ઉત્તમ ચારિત્ર પ્રત્યે બહુમાન હોય છે.
आराधितोऽस्त्वसौ भावस्तवेन व्रतचर्यया ।
तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥ २९ ॥ ભાવાર્થઃ વ્રતના આચરણરૂપ ભાવસ્તવથી આ પરમાત્માની આરાધના થાય છે, જ્યારે પૂજા વગેરે દ્રવ્યસ્તવથી તેમની ભક્તિ (સરાગતા) થાય છે.
| વિવેચનઃ સ્તુતિ-પૂજા આદિના બે પ્રકારો છે. ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ ઉભય છે, દ્રવ્યસ્તવ બાહ્ય ક્રિયા છે. જે વિવિધ પદાર્થો દ્વારા કરવામાં આવે છે. તેનો હેતુ પરમાત્માનું બહુમાન છે, તે દ્વારા તેમના ગુણો પ્રત્યે આકર્ષણ-પ્રીતિ થાય છે. જે સંસારની પ્રીતિ ઘટવાનું કારણ બને છે. વળી દ્રવ્યસ્તવ એટલે ભક્તિના ગીતો ગાવા તે એક પ્રકાર છે. કોઈ પણ પ્રકારની દ્રવ્ય-બાહ્ય-ક્રિયા આત્માની ભૂમિકા પ્રમાણે હોય છે, જે ભાવનું કારણ બને છે. દ્રવ્યસ્તવમાં આરાધ્ય દેવની મુખ્યતા છે. ભાવસ્તવમાં આરાધકની મુખ્યતા છે.
ભાવસ્તવમાં પરમાત્માના ગુણોના સ્મરણની મુખ્યતા છે, પરમાત્માનું નામ રસના પર ચઢે છે. પરમાત્માના ગુણો સમતા-કરુણા આદિ હૃદયમાં ધારણ થાય છે. ભાવપૂર્વક પ્રભુના નામનું સ્મરણ થતાં જ
મંગલમય યોગ
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org