________________
પાલન એ વાસ્તવમાં આત્માનો ઉત્તમભાવ છે, જે સંસારમાં સમુદ્ર તરવામાં નાવ જેવો છે.
ભક્તિ અશુભમાંથી ચિત્તવૃત્તિને શુભમાં જોડવા સરળ ઉપાય છે. પૂર્ણતા પામવા સુધી પોતાને લઘુભાવે રાખી પરમાત્માની ભક્તિ કરવી. પરમાત્માના વચન પર વિશ્વાસ રાખી, તે વચનનો પ્રીતિપૂર્વક સ્વીકાર કરી ભક્તિ કરવાથી ચિત્તવૃત્તિઓ શાંત થઈ આત્મા સામ્યભાવમાં આવે છે.
ભક્તિ-સ્તુતિ, સ્તવના વડે દોષો ટળે છે, અને ગુણવૃદ્ધિ થાય છે. સુધા તૃપ્તિ માટે ભોજનનું પ્રયોજન છે. તેમ વાસનાઓની સુધા શાંત કરવા માટે ભક્તિ ફળદાયક છે. નિર્બળ આત્માને તે નિર્મળ કરે છે. સાધ્ય તરફની નિષ્ઠા વૃદ્ધિ પામે છે. ભક્તિ જ્ઞાનમાર્ગનું અંગ છે. કારણ કે જ્ઞાનસ્વરૂપ આરાધ્ય તત્ત્વને ભક્તિ ગ્રહણ કરે છે.
ઉત્તમ ચારિત્રનું આચરણઃ આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ ચારિત્રમાં વૈરાગ્યની મુખ્યતા છે. તે ભલે સામાયિક જેવા નાના આચારથી કે વ્રતથી પ્રારંભ થાય, પરંતુ તેની પૂર્ણતા સંપૂર્ણ વૈરાગ્ય વડે થાય છે. યથાર્થ ભક્તિનું પરિણામ જ્ઞાન અને વૈરાગ્ય છે. અથવા વૈરાગ્ય સહિતની ભક્તિ પરમાર્થ માર્ગને સહાયક છે.
વૈરાગ્ય એ બાહ્યક્રિયા નથી, પરંતુ તે સ્વરૂપના લક્ષયુક્ત ભાવ છે. તેવા ભાવયુક્ત વૈરાગ્ય સ્થિર રહે છે. સંસારના ઉદયવાળા સાધકને સંસારના પ્રસંગો ક્ષણે ક્ષણે બોધદાયક થાય છે. કારણ કે તેમાં વિવેકજન્ય બોધ પરિણમ્યો છે તેથી તે ચલાયમાન થતો નથી. તે ઉત્તમ ચારિત્રનું બળ છે. સંસારના વિષયોને નિરર્થક માને કે તેમાં દોષ જાણે છતાં આત્મામાં વૈરાગ્યની પરિણતિ નથી ત્યાં સુધી તે દોષદર્શન ઉત્તમ વૈરાગ્ય રૂપે હોતું નથી. જો કે મિથ્યાત્વાદિ દોષોનું, કષાયોનું દર્શન થવું વિષયોથી દૂર રહેવું, તેમાં વૈરાગ્ય ઉપજવો કે તેવા નિમિત્તોથી દૂર રહેવું તે ઉત્તમ ચારિત્રની પ્રારંભની ભૂમિકા છે, કારણ કે વિષયોથી ભરપૂર કે કષાયોથી દોષિત આત્માને વૈરાગ્યમાં સ્થિર રહેવું અશક્ય છે.
૨૮
મંગલમય યોગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org