________________
ગ્રંથકારે જિનાજ્ઞાના કેટલાક સંક્ત જણાવ્યા છે.
ધ્યાનયોગ : આધ્યાત્મિક વિકાસના ટોચનાં સાધનો વૈરાગ્ય સહિતના જ્ઞાન અને ધ્યાનયોગ છે. આત્મજ્ઞાન પ્રગટ થતાં આત્મા સ્વસ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે પૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે જ સમયે સર્વ દુ:ખજનિત ઘાતિ કર્મોનો સર્વથા નાશ થાય છે.
જ્ઞાનયોગની ફળશ્રુતિ ધ્યાનયોગ છે. સ્વરૂપનું ઐક્યાઝ તે ધ્યાનયોગ છે. અનાદિના સહજ કર્મમલરૂપે રહેલા કર્મોનો ધ્યાનાગ્નિ દ્વારા નાશ થાય ત્યારે જીવ સંપૂર્ણપણે મુક્ત થાય છે. જિનાજ્ઞાના પાલનનું હાર્દ એ છે કે આત્માને હાનિકર્તા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ક્ષીણ થઈ આત્માના પરિણામ ધર્મ ધ્યાનમાં સ્થિર થઈ, શુક્લધ્યાનમાં આરૂઢ થઈ અનુક્રમે સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. માટે કર્મોના સંપૂર્ણ નાશ માટે ધ્યાનયોગ અને જિનાજ્ઞા એ સન્માર્ગનું મુખ્ય અંગ છે.
ભાવપ્રધાન સ્તુતિ, સ્તવનો, પૂજા : આત્માર્થી જેની આજ્ઞા સેવે છે તેના તરફ શુદ્ધભાવે ભક્તિયુક્ત છે, તે ભક્તિને આત્મસાત્ કરવા સ્તુતિ-સ્તવનો સાધનો છે. કાર્યની સિદ્ધિ માટે પ્રથમ યથાર્થ ક્રિયા હોય છે. ત્યાર પછી તે ક્રિયા ભાવાત્મક બને છે. તે ભાવનાઓ ચિત્તશુદ્ધિનું નિર્માણ કરે છે. ચિત્તશુદ્ધિ સ્વરૂપની લીનતા લાવે છે. તે પછી આત્મા સ્વરૂપમાં સ્થિતિ કરે છે. આ ક્રમથી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ભાવપ્રધાન ભક્તિ-શ્રદ્ધા છે.
આ ભક્તિયોગમાં જ્ઞાનરૂપ બોધ થાય છે. કારણ કે જેની ભક્તિ કરવાની છે તે જિન વીતરાગ છે. તેમણે સંસારના સુખ અસાર માન્યા હતા, અને મોક્ષને જ સારભૂત માન્યો હતો, વળી તે સંસારનો અંત તેમણે જ્ઞાન અને ધ્યાન વડે કર્યો હતો. તેવા જ્ઞાનીની ભક્તિનું મૂળ શ્રદ્ધા-સ્તુતિ છે.
સંસારમાં જ્ઞાની કે અજ્ઞાનીજન કોઈ દુ:ખરહિત નથી. પરંતુ જેનામાં ભક્તિ નથી એવા અજ્ઞાની દુઃખો ભોગવીને આકુળતાથી નવા કર્મો ઉપાર્જન કરે છે. અને જ્ઞાની જિનાજ્ઞાયુક્ત ભક્તિ વડે દુઃખને સહી, પચાવી, સાચા સુખમાં પરિણીત કરે છે. જિનાજ્ઞા
મંગલમય યોગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org