________________
એ ભક્તિની ફળશ્રુતિ છે.
“શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે. શ્રી સિદ્ધ પરમાત્માની આજ્ઞા સમદર્શિત્વની છે. શ્રી આચાર્ય દેવની આજ્ઞા શુદ્ધ આચરણ પાલનની છે. શ્રી ઉપાધ્યાયની આજ્ઞા સસ્કૃત અધ્યયનની છે. શ્રી સાધુ ભગવંતની આજ્ઞા મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે.
આ પાંચ આજ્ઞાના પાલનમાં સાધકનું શ્રેય છે. અને આજ્ઞાના અસ્વીકારમાં જાતે જ પગ પર કુહાડી મારી દુઃખ ઉત્પન્ન કરવા જેવું છે. આ આજ્ઞાપાલનમાં ધર્મ અને તપ શકાય છે.
પરમાત્માની આજ્ઞારૂપ વચનનું ચિંતન આશ્રવને રોકે છે. સંવરને પ્રગટ કરે છે. મૈત્રીભાવનાથી ભાવિત આત્મા ક્ષમા આદિ ગુણોને ધારણ કરી સન્માર્ગે સરળતાથી ચાલ્યો જાય છે. જ્યારથી તીર્થંકરનું તીર્થ છે ત્યારથી આ આજ્ઞાપાલનનો ધર્મ અનાદિ સિદ્ધ છે. આશારાધન સર્વ જીવનું હિત કરનારું હોવાથી સર્વજીવને ઉપકારી છે. જે એની વિરાધના કરે છે તે આપદા પામે છે.
इयं तु ध्यानयोगेन भावसारस्तुतिस्तवैः ।
पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८ ॥ ભાવાર્થ ઃ આ આજ્ઞાનું પાલન ધ્યાનયોગથી, ભાવપ્રધાન સ્તુતિસ્તવનોથી, પૂજા વગેરેથી અને ઉત્તમ ચારિત્રનું આચરણ કરવાથી થાય છે.
વિવેચન : જિનાજ્ઞા એ આધ્યાત્મિક જીવનનું સક્રિય અને સર્વોત્કૃષ્ટ અંગ છે. શરીરમાં રહેલું મહત્ત્વનું અંગ ચહ્યું છે તેના વગર શરીરનું સૌંદર્ય મનાતું નથી તેમ જિનાજ્ઞા વગર આધ્યાત્મિક વિકાસ મનાતો નથી. વળી જિનાજ્ઞા એ એક મહાન આરાધક તત્ત્વ હોવાથી તેની આરાધનાના ક્ષેત્રો પણ ઘણા વિશાળ છે. અર્થાત્ તે જિનાજ્ઞાથી ભરપૂર હોવી જોઈએ. જિનાજ્ઞાએ સાધકનો પ્રાણ છે, સરળ અને સુગમ ઉપાય છે. મોક્ષ માર્ગના સર્વ સાધનો એમાં સમાય છે. અત્રે
૨૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org