________________
હતા ત્યારે જેમણે ભક્તિપૂર્વક તેમની આજ્ઞાનું આરાધન કર્યું હતું તે અભયકુમાર આદિ શાશ્વત સુખ પામ્યા. કારણ કે આજ્ઞાપલન યુક્ત જપ તપાદિ નિર્જરાનું કારણ છે.
જે ભવ્યાત્માને જિનાજ્ઞા પ્રાણથી પણ પ્યારી છે તે આત્માઓ તીર્થકરના વાત્સલ્યના પાત્ર બને છે. ત્યારે તીર્થંકરના પ્રભાવને અનુસરતી ધર્મરૂપી મહાસત્તા તે ભવ્યાત્માઓને મુક્તિના આંગણે મૂકી દે છે. જેને આ આજ્ઞાનું માહાસ્ય ન સમજાયું અને અજ્ઞાનવશ વિરાધના કરી તેવા પાપવૃત્તિવાળા કોલસૌરિક આદિ આ સંસારમાં પરિભ્રમણ દ્વારા દુઃખ પામશે. આજ્ઞાની વિરાધનાની એ સજા છે.
માટે “મારે આજ્ઞાની જરૂર નથી. હું કરું છું તે સાચું છે. તે અહંકાર ને ત્યજી દઈ “હું તીર્થકરની આજ્ઞાને શિરસાવંદ્ય પાલન ક્યારે કરું તે ભાવનાને દઢ કરવી” જન્મ-મરણ ટાળવાનો એ નિશ્ચિત અને નિશ્ચળ ઉપાય છે. કારણ કે જિનાજ્ઞાને વરેલા શરણાર્થીનું રક્ષણ કરવું કે મુક્ત કરવો તે ધર્મસત્તાનો નિયમ છે. માટે કર્તુત્વાભિમાન છોડીને જિનાજ્ઞા મને ઉપકારક છે. તે તારક છે, કર્મ સત્તાની મારક, અને મુક્તિની ધારક છે. તે માટે આજ્ઞાપાલન એ જ કર્તવ્ય જાણવું.
सर्वजन्तुहिताऽऽज्ञैवाऽऽज्ञैव मोक्षकपद्धतिः।
ચરિતissફીવ વારિકાનાવ મવમાની | ૨૭ | ભાવાર્થ ? આ આજ્ઞા જ સર્વ જીવોનું હિત કરનારી છે. આજ્ઞા જ એક મોક્ષનો માર્ગ છે. આચરેલી આજ્ઞા એ જ ચરિત્ર છે. તે આજ્ઞા ભવનો નાશ કરનારી છે.
વિવેચન : આજ્ઞાનું આંતર સ્વરૂપ શ્રદ્ધારૂપ છે. તેનો આધાર આત્મા સ્વરૂપ અનંતર મોક્ષનું કારણ છે. તે આજ્ઞાના આચરણમાં સક્રિયારૂપ ચારિત્ર્ય સમાય છે.
આજ્ઞાના બાહ્ય સ્વરૂપમાં તીર્થંકર પરમાત્માએ દર્શાવેલી પરહિત ચિંતા છે. વિશ્વની સમસ્ત જીવરાશિ પ્રત્યેનો મૈત્રીભાવ છે. આ આજ્ઞામાં અન્ય આજ્ઞાઓ પુષ્ટિકારક છે. પરમાત્મ ભક્તિની સત્યતા વિશ્વમૈત્રીની ભાવનામાં રહેલી છે. સક્રિયા રૂપ ચરિત્રનો વિકાસ
મંગલમય યોગ
૨૫
3in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org