________________
સ્થાને જવા માટે ચાલવું જરૂરી છે. તે સિવાય ઈષ્ટ સ્થળે પહોંચી શકાય નહિ, તેમ આજ્ઞાપાલનનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનું મૂળ ભક્તિ છે. એ ભક્તિ પરમાત્માના મહત્ત્વનું બળ છે. એ મહાભ્યના જ્ઞાનનું મૂળ આત્મસ્વરૂપનું માહાભ્ય છે.
ધર્મદુર્લભ ભાવનાનો મર્મ એ છે કે આજ્ઞા રૂપ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. ધર્મમાર્ગમાં પ્રવેશ કર્યા પછી પણ તેને આજ્ઞાનું માહાભ્યા કે બોધ નથી, તો તે ધર્મ તેની મુક્તિનું સાધન બનતો નથી.
સર્વજ્ઞદેવની આજ્ઞાને ત્રિકરણયોગે ગ્રહણ કરીને જે નિષ્પાપ જીવન જીવે છે તથા અષ્ટપ્રવચન માતાનું જે સંયમરૂપી સંતાન છે, સંત છે, તેમના ગુરુની આજ્ઞા એ સર્વજ્ઞની આજ્ઞાનું સૂચન છે. તે આજ્ઞા જેણે શિરોવંદ્ય જાણી છે, તેને જ આજ્ઞારૂપ ધર્મ સુલભતાથી પ્રાપ્ત થાય છે. જે વડે તે મોહજનિત સંસારવૃક્ષને છેદીને મુક્ત થાય
છે.
विश्वस्य वत्सलेनापि त्रैलोक्यप्रभुणापि च । साक्षाद् विहरमाणेन श्रीवीरेण तदा किल ॥ २४ ॥ त एव रक्षिता दुःखाभैरवाद् भवसागरात् । इयं यैः स्वीकृता भक्तिनिर्भरैरभयादिभिः ॥ २५ ॥ यैस्तु पापभराक्रान्तैः कालशौकरिकादिभिः ।
न स्वीकृता भवाम्भोधौ ते भ्रमिष्यन्ति दुःखिताः ॥ २६ ॥ ભાવાર્થ : વિશ્વવત્સલ તેમ જ ત્રણે લોકના સ્વામી શ્રી ભગવાન મહાવીર, જ્યારે વિચરતા હતા ત્યારે ભક્તિપૂર્ણ એવા અભયકુમાર વગેરેએ જેમણે તેમની આજ્ઞા સ્વીકારી હતી તેમનું આ દુઃખપૂર્ણ સંસાર સાગરથી રક્ષણ કર્યું હતું.
પાપના ભારથી આક્રાંત થયેલા કાલસૌરિક કે જેણે તેમની આજ્ઞાનો અસ્વીકાર કર્યો હતો તે દુઃખી થઈ સંસારસમુદ્રમાં ભ્રમણ કરશે.
વિવેચન : ચરમ તીર્થંકર અને વર્તમાનકાળમાં જેનું શાસન છે તેવા વાત્સલ્યપૂર્ણ ભગવાન મહાવીર જ્યારે પૃથ્વીતલ પર વિચરતા
ર૪
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org