________________
મોહસત્તાની સામે આત્માના દર્શનાદિ ગુણોનું તે પરમાત્મા રક્ષણ કરે છે. આત્મા વિશેષ શુદ્ધિ પામે છે.
સ્વભાવે સામાÁવાળો આત્મા-માનવ મોહ-માયામાં રાંક અને ક્ષુદ્ર બની ગયો છે. રાગ અને દ્વેષના બંને મલ્લો તેને હંફાવી રહ્યા છે. પરમાત્માની આજ્ઞા એ ફંદમાંથી મુક્ત કરે છે. પરમાત્મા રાગાદિ રહિત સમગ્ર જીવો પ્રત્યે સામ્યભાવવાળા છે. છતાં જે જીવો તેમની આજ્ઞાને આધીન છે, તેઓને તેમનો અનુગ્રહ (કૃપા) મળે છે. પરંતુ જે જીવો આ રાગાદિના ફંદમાં રચ્યા પચ્યા છે તેમને પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થતો નથી.
સદાય દર્શનાદિના પોષણ માટે, અને રાગાદિના સર્વથા પરિહાર માટે પરમાત્માને શરણે રહેવું. કોઈ વાર મોહ ત્યાં અંતરાય લાવે છે. માટે જિનાજ્ઞા – ગુરુઆજ્ઞામાં રહેવું શ્રેયસ્કર છે.
एतावत्येव तस्याज्ञा कर्मद्रुमकुठारिका ।
समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ॥ २३ ॥ ભાવાર્થ : તેમની આજ્ઞા સંપૂર્ણ દ્વાદશાંગીના અર્થના સારરૂપ છે. કર્મરૂપી વૃક્ષોને છેદવા માટે કુહાડી સમાન છે. તે આજ્ઞારૂપ ધર્મ પ્રાપ્ત થવો તે દુર્લભ છે.
| વિવેચન : પ્રભુમુખે પ્રગટેલો અપૂર્વ જ્ઞાનસાગરનો સ્ત્રોત ગણધરોએ ઝીલ્યો તેનો સાર તે દ્વાદશાંગી છે. આપણી અલ્પમતિ દ્વારા શાસ્ત્રનો જ્ઞાનસાગર પામવો કઠિન છે, પરંતુ પરમાત્માની કરુણા વડે ભવ્યાત્મા તેનો સાર ગ્રહી પાર પામે છે. તે સાર જિનાજ્ઞા છે.
ગમે તેવું કઠિન વૃક્ષ પણ કુહાડીના પડતા નિરંતર ઘાથી છેદાઈ જાય છે, તેમ પરમાત્માના આજ્ઞાપાલનથી સંસારરૂપી વૃક્ષ છેદાઈ જાય છે. યદ્યપિ આજ્ઞાધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. કારણ કે પરમાત્માનો અનુગ્રહ થાય તો આજ્ઞારૂપ ધર્મનું પાલન થાય છે. પરમાત્મા પ્રત્યે સમર્પણતા હોય તો આજ્ઞારૂપ પ્રભુવચનમાં શ્રદ્ધા થાય છે, માટે આજ્ઞારૂપ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે.
પરમાત્મા પ્રત્યેની ભક્તિ આજ્ઞાપાલનનું બળ છે. જેમ ગંતવ્ય
મંગલમય યોગા
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org