________________
જડમાં જકડે છે. આસક્તિ પેદા કરે છે. જ્યારે ધર્મસત્તારૂપ જિનાજ્ઞા આત્માને જડની આસક્તિથી, જેલમાંથી છોડાવે છે. મહામોહ વડે જિતાયેલો આત્મા જિનાજ્ઞા વડે મહામોહને જીતી લે છે. એવી આજ્ઞાનો અસ્વીકાર તે અહંકાર છે. આજ્ઞાપાલનમાં વિનય છે. અને વિનય એ ધર્મનું મૂળ છે.
કોઈ આત્માને સ્વતંત્ર દ્રવ્ય છે તેમ માને, તો તે યોગ્ય ભૂમિકા વગર અનર્થકારી છે. એ સ્વતંત્રતાને સન્માર્ગ લઈ જવી તે સ્વતંત્રતા છે. માટે જિનાજ્ઞા આરાધ્ય છે.
આજ્ઞાપાલન ક્યારે કહેવાય ? ભગવાને જે કહ્યું કે તું કરે. ભગવાન કહે છે, સંસાર એકાંતે દુ:ખરૂપ છે. તે કહે છે ભગવાને તો કહ્યું પણ મારે સંસારમાં આ સર્વ કર્યા વગર કેમ ચાલે ? ભગવાને કહ્યું તારા આત્મામાં સુખ છે તું કહે છે કે મને દેહમાં અને ઇન્દ્રિયોમાં સુખ લાગે છે. ભગવાન કહે છે, યુવાવયમાં સાધેલો પરમાર્થ ફળદાયી છે, તું કહે છે યુવાવયમાં ભોગ ભોગવી લઉં, ધર્મ પછી વૃદ્ધાવસ્થામાં થશે. ગુરુજનો કહે છે આ સમય વહ્યો જાય છે. તે કહે છે, હજી તો સંસારમાં ઘણું કરવાનું બાકી છે. આ સર્વે આજ્ઞાનું ઉલ્લંઘન છે.
ज्ञानदर्शनशीलानि पोषणीयानि सर्वदा ।
रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे ॥ २२ ॥ ભાવાર્થ : દર્શન, જ્ઞાન અને શીલને સદાય પોષવા. અને રાગદ્વેષાદિ દોષોને હણવા.
વિવેચન : જિનાજ્ઞાના મૂળ હેતુને દર્શાવી હવે તેની અંતર્ગત રહેલા અન્ય ઉપાયો બતાવે છે. સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જિનાજ્ઞા પ્રરૂપિત છે. તેનું સદાયે પોષણ કે રક્ષણ એ ધર્મ છે.
“આણાએ ધમ્મો” આણાએ તવો.”
પરમાત્માના અનંત ઉપકારનું ઋણપાલન તેમની આજ્ઞા આરાધનામાં રહેલું છે. જેમ કોઈ સમર્થ રાજાના શરણે જનારના પક્ષમાં રાજ્યનું પૂરું સૈન્ય સહાય કરે છે. તેમ પરમાત્માને શરણે જવાથી આ
૨૨
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org