________________
કરનારા છે. વળી જૈનદર્શન પરમાત્માની આરાધનાનો સાચો અને સ્પષ્ટ માર્ગ બતાવે છે. માટે એ પરમાત્માને અંતરાત્મભાવ વડે આરાધવા. તે પરમાત્માને સમસ્ત જીવરાશિના ચૈતન્યસ્વરૂપમાં કોઈ ભેદ નથી તેથી તેઓ સમગ્ર જીવો માટે ઉપકારક છે.
कृतकृत्योऽयमाराद्धः स्यादाज्ञापालनात् पुनः।
आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ॥ २१ ॥ ભાવાર્થ: કૃતકૃત્ય એવા આ પરમાત્માને આજ્ઞાના પાલનથી આરાધાય છે. ચિત્તને સ્ફટિક જેવું નિર્મલ કરવું તે તેમની આજ્ઞા
છે.
વિવેચન : કૃતકૃત્ય – જેના સર્વપ્રયોજન સિદ્ધ થયા છે, એવા પરમાત્માની આજ્ઞાનું પાલન તે આરાધના છે. તેમની આજ્ઞામાં તેમને કોઈ સ્પૃહા નથી પરંતુ જે કરવાથી તેઓ પરમાત્મ સ્વરૂપને પામ્યા તેમ કરવાની તેઓની આજ્ઞા છે. ચિત્તની નિર્મળતાએ કરીને સર્વ મોક્ષાર્થીઓ મુક્ત થયા છે. સાધકને માટે એ જ કર્તવ્ય છે. તેમાં માર્ગ પામવાની સુગમતા છે.
આજ્ઞાનો મર્મ છે સ્વચ્છંદનો પરિહાર સામાન્યતઃ જીવમાત્ર સ્વતંત્ર છે, પરંતુ મિથ્યામતિ કે સ્વમતિ વડે એ સ્વતંત્રતા ઉન્માર્ગે લઈ જનારી છે. પરંતુ જે જીવ જિનાજ્ઞા અનુસાર મતિને દોરે છે તે સન્માર્ગે જનારી છે. આજ્ઞાનો અર્થ છે જે વડે આત્માને વસ્તુનો યથાર્થ બોધ થાય. અર્થાત્ સર્વજ્ઞના વચનને અનુસરવું તે આજ્ઞારૂપ ધર્મ છે. - દરેક માનવને ઈચ્છાનું સ્વાતંત્ર્ય હોવા છતાં જો તે ઇચ્છા મોક્ષની હોય તો તેમાં આજ્ઞાપાલન છે. સોનાની કટારી પેટમાં ન ખોસાય તેમ ઈચ્છાના સ્વાતંત્ર્ય વડે સંસારનું સેવન ન થાય. માટે વિરાધેલી જિનાજ્ઞા વડે સંસારનું ફળ મળે છે. અને આરાધેલી આજ્ઞા વડે તેથી વિરુદ્ધ મોક્ષનું ફળ મળે છે.
વિશ્વવ્યાપક ધર્મમહાસત્તા એ પરમાત્માની કરુણાનો સ્ત્રોત છે. તે ધર્મ મહાસત્તાનો નિયમ આજ્ઞા છે. વિશ્વવ્યાપક કર્મસત્તા આત્માને
મંગલમય યોગ
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org