________________
સમજણ મળે તે રીતે સમજાવે છે કે, જેમ આકાશ અરૂપી છે, તેને રંગરૂપ નથી તેમ સિદ્ધપરમાત્મા ગુણોયુક્ત છે. પરંતુ રંગરૂપ યુક્ત નથી. પૂર્ણજ્ઞાનસ્વરૂપી છે. તેમનો આત્મા કર્મકલંકરહિત હોવાથી અવ્યાબાધ સુખનો સ્વામી હોવાથી નીરોગી છે. સ્વયં મંગળસ્વરૂપ છે. તેમનું નામસ્મરણ ભવ્યો જીવો માટે મંગળકારી છે. જન્મમરણથી મુક્ત થયેલા હોવાથી તેમની ગતિરૂપ અવસ્થાઓ બદલાતી ન હોવાથી તેઓ નિત્ય છે, તેઓ અનંત ગુણોથી યુક્ત હોવાથી અનંત છે અને સંખ્યામાં પણ અનંત છે.
__ येनैवाराधितो भावात् तस्यासौ कुरुते शिवम् ।
सर्वजन्तुसमस्यास्य न परात्मविभागिता ॥ २० ॥ ભાવાર્થ : જે જીવ પરમાત્માનું ભાવથી આરાધન કરે છે, તેનું તે કલ્યાણ કરે છે. કારણ કે તે સર્વજીવો પ્રત્યે સમભાવવાળા છે, તેથી તેમને પોતાના કે પરાયા જેવા ભેદ નથી.
વિવેચન : પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય છે. તેઓ પરાર્થ વ્યસની અર્થાત્ અન્યને પરમાર્થ માર્ગે લઈ જનારા છે. આત્મા સ્વયં અતિ મહિમાવંત દ્રવ્ય છે. તે પરમાત્મારૂપી દર્પણમાં પોતાનું સ્વરૂપ જોઈને પરમાત્માનું ધ્યાન કરે છે. પરમાત્માના સ્મરણમાત્રથી શુદ્ધાત્માનું સ્મરણ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ આ પરમાત્માના સ્વરૂપના અવલંબનથી થાય છે. પરમાત્મા માનવમાત્રને આરાધ્ય છે, ઉપાસ છે. તેમના અનુગ્રહથી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર પ્રગટે છે, આવો દઢ વિશ્વાસ સમ્યગૃષ્ટિ આત્માને હોય છે. તેથી તે પરમાત્માનું ધ્યાન કરીને પરમાત્મસ્વરૂપ થાય છે.
પરમાત્મસ્વરૂપ અરિહંતનું આરાધન પણ અનુગ્રહ કરનારું છે. તેઓ જીવની સાધનામાં પ્રાણ પૂરે છે, તેમના દર્શન - સ્મરણમાત્ર જીવને ઉપકારી છે. તેવા અરિહંતનું ભૌતિક કે લૌકિક અપેક્ષા રહિત જે શુદ્ધ ભાવ વડે સ્મરણ કરે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે.
જૈન દર્શનકારોની દૃષ્ટિએ પરમાત્મા પૂર્ણ જ્ઞાનમય અને શુદ્ધ છે. આથી જૈનદર્શનના આ પરમાત્મા જગતમાં જ્ઞાન પ્રકાશને પ્રગટ
૨૦
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org