________________
નથી તે જ દુઃખનું કારણ છે. મોટો ચક્રવર્તી પણ વધતા પરિગ્રહને ઇચ્છે છે. છ ખંડ જીતી લીધા પછી લોભનો માર્યો સુભૂમ ચક્રવર્તી દરિયાને જીતવા નીકળ્યો. અને દરિયામાં જ શેષ આયુષ્ય પૂરું થઈ ગયું. ચક્રવર્તીપણામાં આમ તો ઘણું સુખ હતું. પરંતુ લોભે તેને મહા દુઃખમાં ધકેલી દીધો. - લોભ એ સ્વાર્થનો અર્ક છે, જો લોભ ન હોત તો જગતના વ્યવહારથી મળેલા સંબંધો નિર્દોષ હોત, લોભના પાપે માનવ-માનવ વચ્ચે નિર્દોષતા ટકતી નથી. લોભ તેને સ્વાર્થોધ બનાવે છે. પોતાના પાંચ રૂપિયા બચતા હોય અને અન્યને હજારોનું નુકસાન થતું હોય, જાનહાનિ કે માનહાનિ થતી હોય તો પણ લોભ માનવના હૃદયને કઠણ પથ્થર જેવું બનાવી દે છે, તે રજમાત્ર ત્યાગ કરવા તૈયાર થતો નથી, પોતે અજંપાનું દુઃખ ભોગવે છે. અને અન્યને દુઃખ આપે છે.
ધર્મના ક્ષેત્રે પણ ઉદારતાને બદલે લોભ કામ કરે છે. પ્રસંગે કેટલી સેવા થઈ તેનો વિચાર ન કરતાં નાણું કેટલું એકઠું થયું એવો લોભ તે ક્ષેત્રમાં જીવને કર્મ બંધનું કારણ બને છે. ક્ષેત્ર બદલાય પણ જો લોભની પ્રકૃતિ ન ગઈ હોય તો જીવ ત્યાં પણ છૂટવાને બદલે કર્મબંધનું દુ:ખ પામે છે. અતિ લોભની વૃત્તિ જીવને નરકગતિએ પહોંચાડી મહા દુઃખ આપે છે. - લોભ એ કષ્ટોનું મંદિર છે. જેણે મનરૂપી મંદિરમાં લોભનો સંગ્રહ કર્યો તેણે મહાકષ્ટને આમંત્રણ આપ્યું એમ જાણજો. માનવને મળેલો દેહ આત્માને રહેવાનું દેવળ છે. એ દેહમાં રહેલું હૃદય એક મંદિર છે. પામર જીવ એ હૃદયમાં લોભને ધારણ કરી કષ્ટોનું મંદિર ઊભું કરે છે. લોભનો એક દોષ એવો છે કે એક સાથે અનેક કષ્ટોને લઈ આવે છે. લોભી જીવ અહોરાત્ર ક્યાંથી શું મેળવું, કોનું શું પડાવી લઉં તેના જ વિકલ્પ કરે છે. પુણ્ય વગર તેને કંઈ મળવાનું નથી. પરંતુ લોભ તેને ઘેરી લે છે. - લોભ એ શોકાદિ દુઃખોને પેદા કરવા માટે મહાકંદ છે. ગૃહસ્થનો જીવનનિર્વાહ સુખેથી ચાલી શકે તેવી તેની પાસે સંપત્તિ અને સાધન
૧૫૮ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only