________________
સમાજને સંસારનવાનો લોભ થા
માર્ગ મનાય છે.
પુષ્કરાવર્ત દ્વીપના અડધા ભાગમાં મનુષ્યાદિ વસે છે. અને બીજો ભાગ નિર્જન છે. આમ બે ભાગ પડવાનું કારણ વચમાં માનુષોત્તર પર્વતનો અવરોધ છે. તેમ સંસારને ઉલ્લંઘીને મોક્ષમાં જવામાં લોભરૂપી પર્વત આડો આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢેલા મુનિ પણ પાછા પડે છે. તેનું કારણ પોતાની જ લબ્ધિઓના કુતૂહલનો લોભ છે. શ્રેણિએ આરૂઢ મુનિને બાહ્યમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ કે વસ્ત્ર કંઈ પણ નથી, અને અંતરંગમાં કોઈ પદાર્થની સ્પૃહા નથી, પરંતુ અતિ અલ્પ લોભનો સંસ્કાર ત્યાં પર્વતની જેમ આડે આવે છે. તે દસમેથી બારમે ગુણસ્થાનકે ઉલ્લંઘન કરવા દેતો નથી. તેથી મુનિ પણ અગિયારમે ગુણસ્થાનકેથી પાછો પડે છે.
સામાન્ય સાધક પણ મોહાદિ કષાયોને કંઈક અંશે શાંત કરે છે, સંસાર અને સંસારના સંગથી વિમુખ થાય છે. ત્યારે તેને બહારમાં કંઈ શુભ કાર્ય કરવાનો લોભ થાય છે, વળી શુભ અનુષ્ઠાન કે વ્રતાદિમાં શુભ ભાવોનો લોભ તેમને શુદ્ધ ધર્મ સુધી પહોંચવામાં પર્વતની જેમ અંતરાય કરે છે. શુભ ભાવમાં કંઈક સ્થિરતા થવાથી ઉપરથી સપાટી પર શાંતિનું વેદના થાય છે, એ શાંતિ શુભ ભાવના આધારે હોવાથી વિભાવિક છે. સાધક શુદ્ધ ધર્મ પ્રત્યે જવાને બદલે અટકે છે. તેનું કારણ આ શુભભાવનો લોભરૂપી પર્વત છે.
લોભ સર્વ દુઃખોની ખાણ છે. સંસારના સુખભોગના તમામ સાધનો લોભમાંથી ઉત્પન્ન થયા છે. મનુષ્ય ભોગથી ધરાતો નથી. તેને નિત નવું જોઈએ છે, તૃષાને તે વારી શકતો નથી. મળેલું ભોગવાય અને અપ્રાપ્ય પદાર્થની ઝંખના, એવો લોભ મનુષ્યના દુઃખનું કારણ છે. લોભને કારણે મિત્ર શત્રુ બને છે. પિતા-પુત્ર અન્યોન્ય શત્રુ બને છે. ધન, સ્ત્રી, માન ઇત્યાદિ અનેક પ્રકારમાં લોભ જીવને રમત રમાડે છે, તેના રવાડે ચઢેલો જીવ ઝઘડા કરે છે, મોટા યુદ્ધ ખેલે છે અને પરિણામે મહા દુઃખ પામે છે.
ભાઈ ! તું એમ ના સમજતો કે આ લોભ બહાર છે, તેની ખાણ તો તારા મનની તૃષ્ણામાં રહેલી છે, જેની તને ઓળખાણ
મંગલમય યોગ Jain Education International
૧૫o www.jainelibrary.org
For Private & Personal Use Only