________________
માર્ગમાં પર્વત છે. લોભ એ સર્વદુઃખોની ખાણ છે. લોભ એ કષ્ટોનું મંદિર છે, લોભ એ શોક આદિ દુઃખોને પેદા કરવા માટે મહા કંદ છે લોભ એ ક્રોધરૂપી અગ્નિને પેદા કરવા માટે પવન સમાન છે, લોભ એ માયારૂપી વેલડીને વધારવા માટે અમૃતની નીક સમાન છે અને લોભ એ માનવરૂપી મદોન્મત્ત હાથીને માટે મદિરા સમાન છે.
વિવેચન : સદાચાર જેમ ગુણની ખાણ છે, તેમ લોભ દોષની ખાણ છે. સર્વ દોષનો જનક લોભ છે. લોભને કારણે અન્ય દોષો વાસ કરે છે, સઘળા દોષના જવા પછી જ્યારે કોઈનો સાથ નથી મળતો ત્યારે અંતિમ કષાય તરીકે રહેલો અલ્પ લોભ નિરસ બની જીવને ત્યજી દે છે.
ક્રોધ, માન, માયા અને લોભ - આ ચતુર ચોકડી જીવનો ફાંસલો છે. દેખાવમાં ક્રોધ આવે છે પરંતુ તેના મૂળમાં લોભ છે. લોભ તૃષ્ણા પેદા કરી જીવને વ્યાકુળ કરે છે. કંઈ ને કંઈ મેળવવા જન્મોથી ચક્કર મરાવે છે. પુણ્યબળે તૃષ્ણાનો કેટલોક ભાગ પોષણ પામે છે, ત્યારે મનુષ્યને સુખભોગની સામગ્રી મળે છે, તે સામગ્રીમાં મારાપણાની માયા લપેટાઈ જાય છે, માયા તે વસ્તુમાં માનને આમંત્રણ આપે છે, માન ન સચવાય ત્યારે જીવને ક્રોધ થાય છે.
જો તમારે ક્રોધને સમાવવો છે તો લોભરૂપી મૂળને છેદી નાંખો, ક્રોધને શાંત કરવાના તમામ ઇલાજો ડાળા પાંખડાં જેવાં છે. થોડો વખત શાંત પડેલો લાગે વળી પાછો ફૂટી નીકળે. ક્રોધથી બચવા ઇચ્છાઓને શાંત કરો તો જીવ લોભને વશ થશે નહિ. લોભવશ જીવ સંસારની વૃદ્ધિ કરે છે.
લોભ એ તૃષ્ણા છે, કંઈ મેળવવા મથ્યા જ કરવું. લોભ એટલે આસક્તિ, ધન, માલ, માન, પરિવાર જેવા સ્થાનોમાં તેનો નિવાસ છે. એક સ્થાનેથી મનને વાળો તો લોભ અન્યત્ર સ્થાન શોધી લે છે. ધનની મૂચ્છ ઘટાડી દાન કર્યું, તમને માન ખેંચી લેશે. દાન કર્યું, માન મળવું જોઈએ. આમ લોભ રૂપાંતર પામે છે. લોભ કંઈ ને કંઈ લાભ શોધે છે, ભ્રમણ કરાવે છે. આમ ચિત્તવૃત્તિમાં છવાઈ ગયેલો લોભ સંસારમાં જીવને ભ્રમણ કરાવે છે. એટલે લોભ સંસારનો
૧૫૬ Jain Education International
મંગલમય યોગ
www.jainelibrary.org
For Private & Personal Use Only