________________
વિશુદ્ધ થયેલી આત્મશક્તિ છે. મુખ્યત્વે દર્શનમોહનીયના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સભ્યત્વ મોહનીય, આ ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભરૂપી ચાર કષાય ચારિત્ર મોહનીયની પ્રકૃતિ. આ સાત પ્રકૃતિનો નિરંતર ઉદય જીવના આત્મવિકાસને રૂંધીને બેઠો છે. તે સમકનું મોળું પડવું તે ક્ષયોપથમિક ભાવ છે. વળી ભૂમિકા પ્રમાણે ચારિત્ર વિશુદ્ધિના આધારે કષાયના રસ વિશેષ ઘટી જાય છે, તેવો ક્ષયોપશમભાવ સાતમે ગુણસ્થાને અપ્રમત્ત મુનિને હોય છે. છતાં એ ભાવ જો ક્ષાયિક ન હોય તો મોહનીય કર્મની પ્રકૃત્તિનો ઉદય વૃદ્ધિ પામે તો મુનિને પણ ચલિત કરે.
અપ્રમત્તદશાયુક્ત મુનિને ચારિત્રની વિશુદ્ધિ થતાં અતિ અલ્પ લોભ કષાય હોય છે. મુનિ પાસે ધન, પરિવાર ઇત્યાદિનો પરિગ્રહ ન હોવાથી લોભ થવો સંભવ નથી. પણ લોભ રૂપાંતર પામીને જનઉત્કર્ષનો, ધર્મની પ્રભાવનાનો, લોકમેળાનો ઉત્સાહ મુનિને બાહ્ય પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. યદ્યપિ અપ્રમત્ત દશામાં મુનિ ટકે નહિ ત્યારે પ્રમત્તદશામાં ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, શાસ્ત્રલેખન વગેરે કરી, અપ્રમત્તભાવમાં રહેવા પ્રયત્નશીલ હોય છે.
પરંતુ લોકસંપર્કના નિમિત્તે મુનિ પણ ઉત્સુક થઈ બાહ્યાડંબરમાં પડે છે, ત્યારે ધર્મ ઉત્કર્ષના બહાને અંતરંગમાં માન મેળવવાનો લોભ રૂપાંતર પામી મુનિને પણ પ્રમત્ત દશામાં લઈ જાય છે. મુનિ ઉપદેશમાં આદેશ આપે પરંતુ શ્રાવકના કાર્યો સ્વયં કરે નહિ. ધનની વ્યવસ્થા, સંસ્થાઓની વ્યવસ્થા એ શ્રાવકનું કાર્ય છે, મુનિએ તેવાં કાર્યોમાં ઉત્સુકતાનો ત્યાગ કરી લોભના મૂળને જ ઉખેડી નાંખવું. બાહ્યાડંબર બાવાની લંગોટી જેવો છે. કષાયનું નિમિત્ત બને છે. માટે તેવી ઉત્સુકતાનો ત્યાગ કરવો.
संसारसरणिर्लोभो लोभः शिवपथाचलः। सर्वदुःखखनिर्लोभो लोभो व्यसनमन्दिरम् ॥ १३ ॥ शोकादीनां महाकन्दो लोभः क्रोधानलानिलः ।
मायावल्लिसुधाकुल्या मानमत्तेभवारुणी ॥ १७४ ॥ ભાવાર્થ : લોભ એ સંસારનો માર્ગ છે. લોભ એ મોક્ષના
મંગલમય યોગ
૧૫૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only