________________
શુદ્ધાત્મા અનંત ગુણોનો ખજાનો છે.
સદાચાર એ આત્મગુણ હોવાથી સ્થિર તત્ત્વ છે, સદાચારી હંમેશાં ધૈર્યવાન હોય છે, કારણ કે જેમ મલિનતાનું સ્થાન ચંચળતા છે તેમ વિકાસનું મૂળ સ્થિરતા છે, એક એક ગુણ જીવને અંતર્મુખતા પ્રત્યે લઈ જાય છે, કથંચિત સદાચારનો પ્રારંભ બહારની પ્રવૃત્તિથી થાય છે, પરંતુ તે અંતર વૃત્તિને પ્રગટ કરે છે. જેવું અંતરંગ વિશુદ્ધ, વિશાળ, કોમળ મધુર, કરુણાળું અને સરળ છે તેવો તેનો આચાર બને છે. જેમ જેમ આચારશુદ્ધિ થતી જાય છે તેમ તેમ જીવ અંતર્મુખ થઈ આત્મભાવમાં સ્થિર થાય છે. તે સમયે તેનું ગાંભિર્ય અદ્ભુત હોય છે. આપદ કે વિપદમાં પણ તે સમતાભાવે ટકે છે.
સદાચાર શ્રેષ્ઠ યશ છે, જનપ્રિયત્વ એ શ્રાવકના ગુણોનું એક વલણ છે ગુણ ઉપર આધારિત યશ ક્યારે પણ ઝંખવાતો નથી. તે યશનું આખરી સ્વામિત્વ અરિહંતનું છે, ન માંગે દોડતું આવે, તેમ સૃષ્ટિના સઘળા “યશ' અરિહંતના ચરણકમળમાં સ્થાન પામે છે. શ્રેષ્ઠ નામકર્મ પામેલા તિર્થંકર ત્રણે લોકને પૂજનીય છે. જગતના જીવો તેમના નામ માત્રથી સુખ પામે છે એવા શ્રેષ્ઠ યશનામકર્મ તીર્થંકરને વરેલાં છે.
સદાચારથી પ્રારંભ થતો સૂર્યોદય સર્વદા પ્રકાશનો પૂંજ છે, પૂરા જીવનને અજવાળી દેતો એ પ્રકાશ મનુષ્ય જીવનનો અર્થ છે. સદાચારથી આત્મવિશુદ્ધિની યાત્રા શુદ્ધાચાર સુધી પહોંચે છે. અને મુક્તિને પ્રાપ્ત કરાવે છે.
અંતરમાં સદાચાર શું છે એને બદલે આપણે એમ વિચારવું યોગ્ય છે કે સદાચારમાં શું નથી ?
નોમનુભૂનમૂનાલિમિત્તો મુનઃ સવા
क्षायोपशमिके भावे स्थितोऽनुत्सुकतां व्रजेत् ॥ १७२ ॥ ભાવાર્થ : ક્ષાયોપથમિક ભાવમાં રહેલા અપ્રમાદી મુનિએ લોભને મૂળથી ઉખાડી સદા ઉત્સુક્તાનો ત્યાગ કરવો જોઈએ.
વિવેચન : લાયોપથમિક ભાવ એટલે ઘાતકર્મોના દબાવાથી
૧૫૪
મંગલમય યોગા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only