________________
હોવા છતાં વધુ મેળવવાની તૃષ્ણા તેને સ્વાર્થી અને કંજૂસ બનાવે છે. એથી તે સંતોષના ઘરમાં હતો ત્યારે પરિવાર સાથે સુખેથી સમય ગાળતો હતો. હવે તેને એવી નિરાંતની પળો મળતી નથી એથી તે આનંદને બદલે શોકમગ્ન રહે છે. પુત્રાદિની સાથે પણ લોભને કારણે તેને સંઘર્ષ થાય છે. કંજુસાઈને કારણે મિત્રોથી પણ તે દૂર રહે છે. પૈસો સાચવવો, ભેગો કરવો, એ જ તેનું લક્ષ્ય હોવાથી તે સૌથી અળગો થઈ, જાણીને શોક જેવા દુઃખને પેદા કરે છે, જો તે લોભ ત્યજીને ઉદાર બને તો તેને શોક જેવા દુખોનું દુષ્ટફળ પ્રાપ્ત ન થાય.
લોભ એક મહાન સ્કંધ જેવો પદાર્થ છે. લોભ એ ક્રોધરૂપી અગ્નિને પ્રજ્વલિત કરવા માટે પવન સમાન છે, જેમ નાનો દીવો પવનથી બુઝાઈ જાય. તેમ નાનો સરખો અગ્નિ પવનના જોરે દાવાનળ બની જાય. ક્રોધરૂપી અગ્નિને જો લોભનો પવન સ્પર્શી જાય તો ક્રોધ એવો ભભૂકી ઊઠે કે પૂરી જિંદગીને બાળીને ભસ્મ કરી દે.
મનુષ્યને જીવનમાં જે કંઈ મળે છે તે પ્રારબ્ધથી મળે છે. પરંતુ લોભી મનુષ્ય લોભવશ ઘણું ભેગું કરવા મથે છે. સંગ્રહ થયા પછી વસ્તુનું મમત્વ એને ઘેરી લે છે, ત્યારે તે વસ્તુઓનો કોઈ જરા પણ વ્યય કરે તો તે ક્રોધથી જલી ઊઠે છે, લોભ તેને પોતાને શાંતિથી જીવવા દેતો નથી. સાથે રહેલા પરિવારને માટે પણ દુઃખદાયક બને છે. કેમ જાણે ધનાદિ સાથે આવવાનાં હોય તેમ તે મૃત્યુ સુધી તેનો લોભ ત્યજી શકતો નથી. અરે ! તે પોતે બિમાર પડે તોય વૈદ્યોની સારવાર લેતો નથી કે ઔષધ પણ લેતો નથી, જો સ્ત્રી, પુત્ર તેવો ઉપાય કરે તો તેનો ક્રોધ ભભૂકી ઊઠે છે. એને થાય છે કે આ લોકો ધનનો ખોટો વ્યય કરે છે.
લોભ એ માયારૂપી વેલડીને વધારવા માટે અમૃતની નીક સમાન છે, લોભને કારણે અતિ કષ્ટ કરીને મેળવેલા ધનમાં આસક્તિ થાય છે, ત્યારે તે આસક્તિરૂપી – માયારૂપી વેલડી અમૃતની જેમ નિરંતર અમર રહે છે. આ જન્મમાં માયાનું સેવન કરીને તે જીવ માયાની
મંગલમય યોગ
૧પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org