________________
આરોપ મૂકે છે. અને તે વાતોને વાગોળવા તે નિંદારસનું સેવન કરે છે, તેમાં તને જે સાથ આપે તેમાં તારી દંભયુક્ત પ્રીતિ જોડાય છે. અને સાથ ન મળતા તને તે સૌ અપ્રિય થઈ પડે છે. આથી તેવા મળતિયાઓનું પોષણ કરવા તું અસત્ય અને કૂડકપટ કે માયાનો આશરો લે છે. આ સર્વનું પોષણ તારામાં રહેલું વિપરીત જ્ઞાન-બુદ્ધિ કે માન્યતા છે, તું કંઈ જ્ઞાન વગરનો નથી, તું કંઈ ખાટલા-પાટલા જેવો કે રોટલા-પોટલા જેવો જડ નથી કે તને તારામાં ચાલતી પાપવૃત્તિઓનું ભાન ન થાય. તારી પાસે જ્ઞાન તો છે પણ તારી આંખે ચશ્માં ઊંધાં છે તેથી તને બધું ઊંધું ઊંધું જણાય છે કે જેમાં સાચું જીવનનું હાર્દ છે, તે જણાતું નથી.
ચાલો ભાઈ હવે થઈ તે થઈ. જાગ્યા ત્યારથી સુપ્રભાત. ભૂતકાળ તો હવે તારી પાસે પાછો નહિ આવે. છતાં ભૂતકાળના કરેલા પાપના સંસ્કારને પખાળી દેવા હોય તો તું સન્માર્ગે ચઢી જા. આગળ કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કર, ધર્મ પામીને પાપીઓ પુણ્યવંતા બન્યા છે. પશુ મટીને માનવ કે દેવ બન્યા છે. એક વાર તું પાપરૂપી કાદવમાંથી પગ બહાર મૂક પછી તને જળનો જોગ મળે તેમ સાધુ-સંતો અને શાસ્ત્રોનો જોગ મળી રહેશે. પાપનાં કાર્યો કરતો હતો ત્યારે તને પૂર્વ પુણ્યના યોગે ખાવા-પીવા, ઓઢવા-પહેરવાનું મળી રહેતું હતું અને પુણ્યના યોગમાં તને નહિ મળે ?
તે એક સુંદર મકાન લીધું પણ તને આજુબાજુના માણસોએ કહ્યું કે આ જગામાં ભૂતોનો વાસ છે. તે ત્યાંથી પાછો વળી જઈશ. એ ઘર સુંદર હોવા છતાં વેચી નાખીશ. જો તું ભૂતોથી ભડકેલો પાછો વળે તો પાપરૂપી ભૂતોથી પાછો વળી જા. પ્રથમ તને પુણ્ય મળશે પછી પરમાત્મા મળશે, પાપ જેનાથી થાય તે સાધનો, કર્તવ્યો કે વિચાર-બુદ્ધિ ત્યજી દે, તારું જીવન હળવુંફૂલ જેવું થશે.
પાપથી દૂર થઈને જ્યારે તારું ચિત્ત કોમળ, શાંત બનશે ત્યારે તને ધર્મની સાચી રુચિ થશે. એ રુચિ પ્રમાણે તારું વીર્ય-શક્તિ ઉલ્લસિત થશે. પછી તો તને સગાસ્નેહીઓની જગાએ સન્મિત્રો ગમશે. સંતો ગમશે, ધર્મસ્થાનો ગમશે. તેમાં તારું ચિત્ત નિર્મળ બનશે, એમ
૧૮૨
મંગલમય યોગ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only