________________
જા અને કોઈ સદ્ગુરુનો સાથ લઈ ધર્મમાં સ્થિર થા.
જે વડે પાપનો જ સંગ્રહ થાય તેવાં સાધનો તું યોજતો રહ્યો અને તને ખ્યાલ પણ ન આવ્યો કે આ પાપનાં પુંજથી મને બદલામાં શું મળશે ? કેવળ દુઃખ જ દુઃખ. પાપનાં સ્થાનો શાસ્ત્રકારોએ અઢાર બતાવ્યા છે. તેનો વિસ્તાર વૃત્તિને આધારે કરે તો અસંખ્ય પાપસ્થાનક બને છે. એ સર્વને તે નિમંત્ર્યા છે, હવે એ સર્વે તને ઘેરીને બેઠા છે, પરંતુ એ પાપ તને પાપરૂપ જણાતા નથી. તને વિચારતાં જણાશે કે હું તો માનતો હતો કે આ ધન, ધાન્ય, માલ, માન, પરિવાર અને મિત્રોથી સુરક્ષિત છું, પણ જ્યારે તને આ પાપની સંતતિ નજરે પડે અને જો બુદ્ધિમાન હોય તો તું જરૂર ગભરાઈ જઈશ, ત્યારે પણ જો તમે તેની વ્યર્થતા લાગે તો તું પાછો પડે અને જન્મને સાર્થક કરે. ધર્મને ધારણ કરે.
તારાથી નાનીમોટી હિંસા થાય છે. તારા વ્યવહાર કે વ્યાપારમાં તું અસત્યાચરણ કરે છે, અને તેની સાથે અણહક્કનું લેવાની ચોરી તો થતી જ હશે. વળી પાપમાં પ્રવૃત્ત રહેનાર તું ઇન્દ્રિયોના ભોગોમાં પૂરો ચકચૂર છું, અને તે ભોગોની પૂર્તિ માટે તારે ઘણાં સાધનસામગ્રી ભેગાં કરવાં પડે છે, તેમાંથી તું ઊંચો જ આવતો નથી.
હજી આગળ વિચારવું છે? આ પાપો તારી બુદ્ધિને બહેકાવે છે ત્યારે તું ક્રોધનો આશરો લે છે. માન મેળવવા ગુણોને બદલે ખટપટ કરે છે. માયાના રંગે તો તું રંગાયેલો છું. અને તારી પૂરી જિદગી લોભવશ તું જીવ્યો છું તે જાણે છે ? એ આ અઢારે દોષોનું મૂળ છે. એક એ સરદારને ભગાડી દે બધા જ ભાગી જશે.
જો તેં લોભને ન ભગાડ્યો તો પછી તારામાં રહેલા રાગ અને દ્વેષ એ બંને વૃત્તિઓની ગ્રંથિમાં તું બંધાઈ જ જવાનો. તારા જીવનને બાંધી લેનારી એ ગ્રંથિ અનાદિકાળથી તું છેદી શક્યો નથી, તેમાંથી તારા જીવનમાં જે કલહ ઉત્પન્ન થયો તેથી તું બધાં સાધનોની વચમાં પણ દુઃખી થઈને ફર્યા જ કરે છે. અને એ બધા દુઃખનાં કારણ તારું પાપકર્મ છે. તેમ સ્વીકારવાને બદલે તું અન્યના ઉપર
મંગલમય યોગ
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org