________________
પામે છે. આધુનિક ભૌતિક વિજ્ઞાન એ વિષયોની વિવિધતાની વૃદ્ધિ કરે છે, તેમાં માનવ માનતો થયો છે એમાં વિકાસ છે. અથવા આ સાધનોથી સુખ છે. માનવ સમાજનો મોટો ભાગ જેમાં ફસાયેલો છે તેવા સંસારમાં કોઈ વિરલા જ પોતાના ચિત્તને જીતે છે. ચારે બાજુ આકર્ષિત જાળમાં ફસાયા વગર તેવા પ્રકારોથી વિમુખ રહેવું તે દુર્લભ છે, કારણ કે ચિત્તની ચંચળતા અતિ દુર્જય છે. તેમાં કોઈ વિરલ પુરુષ જ ચંચળ ચિત્તને જીતે છે.
પુરાણા સંસ્કારવશ કષાય અને વિષયો તરફ દોડતા દુર્જય મનને જીતે તેવા શૂરવીર પુરુષો ક્યાં છે ? પંચમકાળમાં શું તેવા પુરુષોનો દુકાળ પડ્યો છે ? કષાય વિષયોના સંસ્કારોના છેદ કરનારા પુરુષ જ વીરોમાં શ્રેષ્ઠ છે, તે જાણે છે કે કષાય વિષયો એ આત્માના સ્વરૂપથી વિરુદ્ધના છે, તે વડે દુઃખ પ્રાપ્ત થાય છે. માટે સુભટની જેમ શૂરવીર થઈને તેનો પરિહાર કરે છે,
એવો કોઈક જ વીર શિરોમણી હોય છે કે જે ધીર પુરુષોને પણ અધીર કરે તેવા ભયંકર પરિષદો આવવા છતાં તેની સામે જાય છે.
धीराणापि वैधुर्यकरै रौद्रपरीषहैः।
स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः संमुखो यदि धावति ॥ १२१ ॥ ભાવાર્થ : પરિષહો એટલે અતિ ગરમી ઠંડીમાં પણ મુનિ શરીરને કંઈ સગવડ ન આપે, સહી લે, મચ્છર આદિના ડંખને સહન કરી લે. લાભ મળે કે ગેરલાભ મુનિ પ્રસન્ન હોય છે. અંતરંગના સંસ્કારોને પણ બળ કરીને પણ શાંત કરે છે. એવા વીર શિરોમણી મુનિની સમતા આશ્ચર્યકારક હોય છે. ધીરતાના સ્વામી એવા પુરુષોને પણ મુનિની આ અડગતા મૂંઝવે તેવી હોય છે.
| વિવેચનઃ ભગવાન મહાવીરે અઠ્ઠમનો પરિગ્રહ પૂર્ણ થતાં એકસો પંચોતેર દિવસ સુધી સુધા તૃષાના અલાભને ધીરજ વડે ધ્યાનના બળે સહી લીધો. મગધના સમ્રાટ, શ્રેષ્ઠિઓ સૌ ચિંતાતુર હતા પણ ભગવાન તો સમત્વમાં હતા.
૧૧૨
મંગલમય યોગ.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only