________________
વળી ભગવાન મહાવીરે આર્ય દેશ ત્યજી અનાર્ય દેશમાં વિહાર કર્યો, અને પરિષહોને સામે ચાલીને આમંત્રણ આપ્યું. એ પરિષહો વડે કઠણ કર્મોને કાપતા જ રહ્યા. ઋષભદેવ ભગવાને દીક્ષાકાળમાં ઠંડી-ગરમી, ક્ષુધા-તૃષાના પરિષહોને દિવસો સુધી સહી લીધા, કે જ્યાં ધૈર્યવાન પણ પાછો પડે. તેઓ આત્મ પ્રતીતિના શિખરે પહોંચ્યા હોવાથી પરિષહનું અનિષ્ટ તેમને બાધા પહોંચાડતું નથી.
પરિષહોના મુખ્ય પ્રકાર બાવીસ છે. તેમાં કથંચિત કોઈ પરિષ અનુકૂળ હોય, માનાદિ જેવા સત્કારનો પુણ્યયોગ હોય, પરંતુ મહદ્અંશે તો પ્રતિકૂળ સંયોગો હોય છે. વળી ઠંડી-ગરમી જેવા પરિષહોમાં તો મુનિઓ સ્વયં સામે જાય છે. અને તે વડે દેહાધ્યાસ ત્યજી સંસારથી મુક્ત થવા પ્રબળ પુરુષાર્થ કરે છે.
સંયમમાર્ગે જતાં યોગી મુનિને કસોટીએ ચઢાવવા ભયંકર પરિષહો આવે છે, તેની કથા સાંભળીને પણ માનવ મુંઝાઈ જાય.
સુકુમાર એવા સુકોશલ મુનિને સિંહણે ફાડી નાંખ્યા. વળી કોઈ તરત જ વિહાયેલી શિયાણીએ મુનિના શરી૨ વડે પોતાની ઉદર પૂર્તિ કરી, અરે બંધક મુનિના શરીરની ચામડી કેળાની છાલની જેમ ઊતરડી નાંખી છતાં તેવા ભયંકર ઉપસર્ગમાં તેઓ સમતાપૂર્વક ટકી રહ્યા. આવા વિરલ પુરુષોની ધીરજ સુભટોને પણ અકળાવી મૂકે. તેવી પરિસ્થિતિમાં આ મહાપુરુષો આશ્ચર્યકારક ધીરજ વડે એ ઉપસર્ગોની સામે ગયા, જાણે કર્મોનો મૂળથી નાશ કરવાનો કોઈ ઉત્સવ હોય તેમ તે પરિષહોમાં વિજેતા થયા.
उपसर्गे सुधीरत्वं सुभीरुत्वमसंयमे ।
लोकातिगं द्वयमिदं मुनेः स्याद् यदि कस्यचित् ॥ १२२ ॥
ભાવાર્થ : ઉપસર્ગોમાં પુષ્કળ ધીરતા અને અસંયમમાં પુષ્કળ ભીરુતા આ બે લોકોત્તર વસ્તુઓ જો હોય તો કોઈ મુનિમાં જ હોય.
વિવેચન : પરિષહોની જેમ ઉપસર્ગો જગતની દૃષ્ટિએ દુઃખદાયક છે. મહદ્અંશે શારીરિક અત્યંત પ્રતિકૂળતારૂપ ઉપસર્ગો હોય છે. જેમ
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૩
www.jainelibrary.org