________________
કે ભગવાન મહાવીરના કાનમાં ખીલાનું નંખાવું, સંગમે છ માસ સુધી ભયંકર પીડાકારી ઉપસર્ગો કર્યા ત્યારે ભગવાન અડોલ રહ્યા હતા. જ્યાં ઈન્દ્ર પણ મૂંઝાઈ ગયા. વીર અતિવીરનું આ પરાક્રમ આશ્ચર્યજનક હતું.
મેતારક મુનિનો કંઈ જ અપરાધ ન હતો. છતાં સોનીએ માથે ચર્મવાઘેર બાંધી. તેમણે શરીરની અસહ્ય પીડા સમતાભાવે સહી લીધી. મુનિઓની આવી અનુપમ ધીરજ અવર્ણનીય છે.
બાહ્યમાં મુનિજીવન એટલે પ્રાણાંતે પરજીવ રક્ષા અને અંતરંગમાં પાંચ ઇન્દ્રિયો અને મનનો સંયમ. સામાન્ય માનવ તો આનો વિચાર કરે તો પણ મૂંઝાય અને કોઈ કસોટી આવે તે પ્રથમ જ તે સુખનાં સાધન ઊભાં કરે, પરંતુ જેને સંસારના ભ્રમણનું મૂળ છેદવું છે તેઓ તો ઉપસર્ગોને ખૂબ જ ધીરતારપૂર્વક સહન કરે, અને જ્યાં સંયમમાં અંશ માત્ર પણ શિથિલતા આવે ત્યાં ભીરુતા રાખી સંયમમાં દઢ રહે છે. સંસારનું ઉન્મૂલન કરવા માટેનાં આ બે લોકોત્તર સાધન છે. ઉપસર્ગોમાં ધીરતા અને અસંયમમાં ભીરુતા એ મુનિઓનું મહાન કર્તવ્ય છે. મહાપુરુષોને બીજા ઉત્સવોથી શું ? તેઓને માટે ઉપસર્ગનું આગમન તે જ ઉત્સવ છે. કર્મોનો નાશ કરવાનું શસ્ત્ર છે. કોઈ દેવ તાડન-પીડન કરે, કે કોઈ ભક્તિ કરી અનુકૂળતા ઊભી કરે, મુનિ બંનેમાં સમભાવે રહે છે.
दुस्सहा विषयास्तावत् कषाया अतिदुःसहाः ।
પરીષદોસઘવકુડસદુ સદાઃ || ૧૨૩ છે ભાવાર્થ: વિષયો દુઃસહ છે, કષાયો અતિદુરસહ છે અને પરિષદો તથા ઉપસર્ગો દુઃસહ-દુઃસહ છે.
વિવેચન : મુનિને મુક્તિના પંથની યાત્રા જ લક્ષ્ય હોવાથી તેમાં વિઘ્ન કરતાં વિષયો તેમને દુઃસહ લાગે છે, કષાયો તો વળી તેનાથી વિશેષ દુઃસહ લાગે છે અને તેનાથી વિશેષ પરિષદો અને ઉપસર્ગો દુસહ દુસહ છે.
અર્થાત્ વિષયોને દુઃખે કરીને જીતી શકાય છે, કષાયો તો
૧૧૪
મંગલમય યોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org